પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
મહાન સાધ્વીઓ

સુંદર છબી ચીતરી દીધી છે. પિતા પ્રત્યે તેમની અત્યંત ભક્તિ હતી, એ વાત તેમનું લખેલું આ વર્ણન વાંચવાથી સમજી શકાય છે. ટેરેસાએ પેાતાની માતાના ધર્મવિશ્વાસ તથા વૈરાગ્યસબંધી પણ સંક્ષેપમાં ઘણું સારું વર્ણન લખી રાખ્યું છે. ધર્મ ઉપર એમનો સ્વાભાવિક અનુરાગ હતો. એવાં ધર્મશીલ માતાપિતાની કન્યા ઘણી સારી નીવડે એમાં કહેવું જ શુ ?

ટેરેસા પોતાની માતા જેવાં ઘણાંજ સુંદર અને સુશીલ હતાં. એમનો ચહેરો સહેજ લાંબો હતો, છતાં એમનાં બધાં અંગ પ્રત્યંગ વચ્ચે એક પ્રકારનું સુંદર સામ્ય દીઠામાં આવતું. વિશાળ અને ઉજ્જવલ લલાટ, દીર્ઘ સુંદર ભવાં, સુકુમાર ગંડસ્થળ, તેજસ્વી નયન, સુંદર દાંત, સુકોમળ હાથ એ સર્વને લીધે એમના આખા અંગમાં અપૂર્વ લાવણ્ય ખીલી રહેતું હતું. એમના મસ્તક ઉપર કાળા ગુંચળાદાર કેશ શોભી રહ્યા હતા અને એ ગુચ્છા જ્યારે કપાળ ઉપર આવતા ત્યારે તે ઘણાં જ સુંદર દેખાતાં. એમનાં નયનમાં અને હોઠમાં મધુરું હાસ્ય છવાઈ રહેતુ અને એમની પ્રસન્નમૂર્તિ જોતાંજ લોકોના મનમાં આનંદ થતો.

અમે જે સમયની વાત કરી રહ્યા છીએ તે સમયમાં સ્પેનદેશમાં છેકરીઓ બહુ થોડું ભણતી હતી. ઘરકામ અને રાંધવું સીધવું એજ તેમનું મુખ્ય કામ હતું. એવા રિવાજને લીધે પ્રતિભાશાળી ટેરેસાને પણ બાલ્યાવસ્થામાં માત્ર સાધારણ જ્ઞાન આપવામાં આવ્યું હતું, પરંતુ જ્ઞાન મેળવવાની ઇચ્છા એ વચથીજ એમનામાં સ્વાભાવિક રીતે રહેલી હોવાથી પિતાના પુસ્તકાલયમાં બેસીને પુષ્કળ ગ્રન્થો વાંચતાં. એ ગ્રંથમાંથી સાધુપુરુષો અને સાધ્વી સ્ત્રીઓનાં જીવનચરિત્રો તરફ તેમનું હદય વિશેષ આકર્ષાયું હતું. રાતદિવસ ધાર્મિક અને સંસારત્યાગી મનુષ્યોનાં જીવનચરિત્રો વાંચ્યાથી ઘણી નાની વયમાં જ તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો હતો. બાલ્યાવસ્થામાં તેઓ પોતાની સાહેલીઓ સાથે એક બગીચામાં રમવા સારૂ જતાં. ત્યાં આગળ સંન્યાસિનીનો વેશ ધારણ કરીને રમવામાં એમને બહુ ગમ્મત પડતી. નાના નાના પથરાઓ વીણી લાવીને એ સંન્યાસિનીના મઠ બાંધતાં.

આત્મચરિત્રમાં ટેરેસાએ પાતાની બાલ્યાવસ્થાનું' વર્ણન નીચે મુજબ આપ્યું છે:-“ મને બચપણમાં માતપિતા તરફથી હાથખર્ચ સારૂ થોડાક પૈસા મળતા. એ પૈસા બહુ થોડા હોવા છતાં