પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
મહાન સાધ્વીઓ

છે. તેમણે એમને ખુલાસો પૂછ્યો, એટલે ટેરેસાએ અંતઃકરણ ખાલીને બધી વાત કાકાની આગળ કહી દીધી. એમના કાકા ઘણા જબરા માણસ હતા. એ બંને જણને બળપૂર્વક ૫કડીને ઘેર પાછાં લઈ ગયા. બન્ને બાલક-બાલિકાથી ધર્મને ખાતર પ્રાણ આપવાનું પણ બન્યું નહિ, તેમ સાધુ પણ થવાયું નહિ; પરંતુ આ બનાવ ઉપરથી એટલું તો સમજાય છે કે, ટેરેસાના મનનું વલણ નાનપણથીજ કયી દિશામાં હતું.

૨-સંકલ્પ

ટેરેસાની ઉંમર બાર વર્ષની હતી તે સમયમાં એમનાં સ્નેહાળ માતાનું મૃત્યુ થયું. ઘરના બધા વહિવટ હવે એમની મોટી બહેનના હાથમાં આવ્યો; પરંતુ એ પરણવાની ચિંતામાં હતી. થોડા સમયમાંજ કેાઇ સુપાત્ર વર મળી આવ્યાથી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી. આટલા દિવસ તો ટેરેસાના ઉપર માતા દેખરેખ રાખતી હતી; પણ હવે તેની ખબરઅંતર રાખનાર કેાઈ રહ્યું નહિ. પરિણામ એ આવ્યું કે, બાલ્યાવસ્થામાં સારા સંસ્કારમાં ઉછરેલી ટેરેસાને પણ કુસંગમાં પડીને ઘણી દુર્ગતિ ભોગવવી પડી. પુત્રી આડે રસ્તે ન ચઢે એ વિષે એમના પિતા બહુ કાળજી રાખતા હતા, પરંતુ એમની એક બીજી ચંચળ, વિલાસી અને ધર્મહીન સગી ટેરેસાના ઉપર ઘણું હેત દેખાડતી હતી. ખરાબ પ્રકૃતિની સ્ત્રી ગમે તેટલી નિકટની સગી હોય તો પણ તેના સહવાસથી નિર્દોષ બાલિકા ઉપર કેવી ખરાબ અસર થાય છે, તે બાબત તરફ ટેરેસાના પિતાનું લક્ષ્ય ગયું નહિ. પરિણામ એ આવ્યું કે, એ સ્ત્રીએ ધીમે ધીમે ટેરેસાના સરળ મનમાં ઝેર રેડવા માંડયું. સંસારના જે અધમાધમ ભાવ આજસુધી બિચારી ટેરેસાની કલ્પનામાં પણ આવી શક્યા નહોતા, તે બધા વિષય તરફ પેલી ધર્મહીન નારીએ તેનું ધ્યાન ખેંચ્યું.

હવે ટેરેસા કાંઈ બાલિકા રહી નહોતી. એ તરુણ સ્ત્રીમાં ગણાવા લાયક બની હતી. પરંતુ કુસંગને લીધે તેના હૃદયની સુંદર કળીઓ ખીલતાં પહેલાંજ કરમાઈ ગઈ, તેની આધ્યાત્મિક જ્યોતિ ઝાંખી પડવા લાગી. 'હું રૂપાળી સ્ત્રી છું, ગમે તે પુરુષને પ્યાર સહજમાં મેળવી શકું એવી છું' એ વાત તેના હૃદયમાં પેસી ગયેલી તે કદી ખસતી નહિ. આજ દિનસુધી એ ધાર્મિક સ્ત્રીપુરુષનાં ચરિત્ર વાંચતી તેને બદલે હવે આડીઅવળી લૌકિક વાસનાઓ વધારનારી