પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
મહાન સાધ્વીઓ

ટેરેસાના પ્રાણમાં એ વખતસુધી એવા પ્રકારની ઈશ્વરપ્રીતિ જોવામાં નહોતી આવી; પરંતુ કેવળ નરકના ભયથી અકળાઈ જઈને અને સંસારના ધનવૈભવથી તૃપ્તિ મળી શકે એમ નથી, એટલી જ સમજણથી એ સંન્યાસિની થવા ઇચ્છતાં હતાં.આ અધુરી સમજણને લીધે એક દિવસ એમને વાસનાની સાથે સંગ્રામ કરતાં કરતાં આંસુની ધારા વહેવરાવવી પડે અને પ્રભુને પુકારવો પડે એ સંભવિત હતું.

ટેરેસાએ સંન્યાસિની થવાના પોતાના સંક૯૫ પિતાને જણાવ્યો. હાય ! સ્નેહાળ પિતાના જીવને એથી જે સખ્ત ઘા લાગ્યો, તેની વેદના તેના અંતઃકરણ સિવાય કોઈ જાણી શક્યું નહિ. મા વગરની છોકરીને એમણે કેટલા યત્નથી મોટી કરી હતી ! આજ એ કન્યા સંસારસુખનો માર્ગ ત્યજી દઈ હમેશને સારૂ દુઃખને વરી રહી છે; એટલું જ નહિ પણ ટેરેસા ધર્મના જે ગિરિશિખર ઉપર ચઢવાને સારૂ યાત્રા કરવા માગે છે, તે ગિરિના માર્ગમાંથી પગ સરી પડવાની પણ આશંકા પુષ્કળ છે અને વળી એક વાર પગ લપસી ગયા પછી અધર્મની રસાતળ પુરીમાં પહોંચવાનો સંભવ છે; એ બધી બાબતોનો વિચાર કરીને પિતાએ એમને સંન્યાસના વિચારમાંથી પાછાં વાળવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એમનો પ્રયત્ન જ્યારે વ્યર્થ ગયો, ત્યારે તેમણે કન્યાને કહ્યું કે :-

" હું તો હવે આ સંસારમાં થોડા દિવસનો મહેમાન છું; પરંતુ હું જ્યાંસુધી જીવું છું, ત્યાંસુધી તું મારું કહેવું માનીને સંન્યાસવ્રત્ લઈશ નહિ. મારું મૃત્યુ થયા પછી તારી મરજીમાં આવે તેમ કરજે. એ વખતે તને રોકનાર કેાઇ નહિ રહે"

બુદ્ધિમતી ટેરેસા પિતાજીના મનની વેદના સમજી શક્યાં; પરંતુ એ સમજ્યાનું ફળ શુ ? ઈશ્વરને પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સંન્યાસ ગ્રહણ કરવાનો તેમણે જે સંક૯૫ કર્યો હતો તેને તોડવાના ગંભીર અપરાધ તેમનાથી કેમ થાય ? ધર્મની સાથે એ પ્રમાણે નાના છોકરાની રમત જેવી ભાંજગડ કર્યાથી શું નરકનો રસ્તો તેમને માટે ખુલ્લો ન મૂકાય ? પિતાના કષ્ટના વિચાર કરતાં તેમને હાડોહાડ વેદના થવા લાગી, પરંતુ અધર્મ અને નરકના ભયથી તેમણે પોતાના સંકલ્પને દૃઢ રહેવા દીધો અને સંન્યાસિની થવા માટેની તૈયારીઓ કરવા માંડી.

૩-સંન્યાસિની

ઇ. સ. ૧૫૩૩ નું વર્ષ હતું, નવેમ્બર માસ હતો. એ માસની