પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

નોકરી લીધી. આમ એક તરફથી સીપાઇ વધ્યા, અને બીજી તરફથી દારૂગોળાનું ખર્ચ વધ્યું. નવી તોપો એવી બનાવી કે જેમાંથી પાંચસે ગોળી એકદમ છુટે.

સમશેરને આ બધું ગમ્યું. હવે આટલા બધા સીપાઈ ને કંઇક ધંધો તો ચોક્ક્સ જોઈએ, તેથી તેણે પાસેના રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી પાસેના રાજાનું અડધું લશ્કર માર્યું ગયું. તે બીનો, શરણે ગયો, પોતાનું રાજ્ય સમશેરને સોંપ્યું. સમશેર બહુ ખુશી થયો. તેનો લોભ વધ્યો, એટલે તેણે વળી બીજા રાજાની ઉપર ચઢાઇ કરવાનો મનસુબો કર્યો.

સમશેરના નવા દારુગોળાની વાત બધે ફેલાઇ હતી. આ બીજા રાજાએ સમશેરની નકલ કરી. પોતાનાં લશ્કર, દારૂગોળા, વીગેરે વધાર્યા. સમશેરના સુધારામાં વળી ઉમેરો પણ કર્યો. તેણે જુવાન મરદોને લડવાની ફરજ પાડી એટલુંજ નહીં પણ વગર પરણેલી ઓરતો પાસે પણ સીપાઇગીરૂં કરાવ્યું. તેણે વળી હવાઇ વહાણો બનાવી તેમાંથી શત્રુઓનીપર દારૂગોળો નાંખવાની યુક્તિ શોધી કાઢી હતી.

સમશેર પોતાના મદમાં આવા રાજાની સાથે લડવા ચાલ્યો. પણ તેનુ લશ્કર સામેના લશ્કરને દારૂગોળો અસર કરે એટલે સુધી પહોંચ્યું. તે પહેલાં તો શત્રુના લશ્કરની ઓરતો દારૂગોળાનો વરસાદ હવામાંથી વરસાવવા લાગી. સમશેર હાર્યો, જીવ લઇને નાઠો, અને પોતાનું રાજ્ય ખોયું.

સેતાન ફુલાયો, હવે ધનવંતરી પાસે પહોંચ્યો. અહીં વેપારીને વેષે આવ્યો.

ધનવતરીના રાજ્યમાં પોતે પેઢી ખોલી લોકોને વધારે દામ આપી તેમને માત્ર ખરીદી લેવા લાગ્યો.

સેતાનને ત્યાં વેચનારાઓની ભીડ બેહદ થવા લાગી. લોકો ઝપાટાભેર ધનવંતરીને કરો ભરવા લાગ્યા. ધનવંતરી ખુશ થયો ને