પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
માહાત્માજીની વાતો.

વિચાર્યું: “મારા રાજ્યમાં આ નવો વેપારી ભલે આવ્યો, હવે મને વધારે પૈસા મળશે, ને હું વધારે સુખ માણીશ.”

આમ વિચારી ધનવંતરીએ સુધારા આદર્યા. નવો મહેલ ચણવાનું શરૂ કર્યું. લોકોને તેણે પથરા ને લાકડાં આણવાનો હુકમ કર્યો. મજુરો બોલાવ્યા. દાડીયું સરસ આપવાનું કર્યું, અને પેાતાના મનમાં ધારી લીધું કે લોકો હાંશે કામ કરવા આવશે. આમાં તે ખોટો હતો એમ તેને તુરત માલુમ પડ્યું. બધું લાકડું, બધા પથરા, અને મજુરો પેલા સેતાન વેપારીને ત્યાં પહોંચ્યાં હતાં. ધનવંતરીને સેતાનના કરતાં વધારે પૈસા આપવાનાં કહેણ મોકલ્યા. એટલે સેતાન તેની ઉપર ચડ્યો. ધનવંતરીની પાસે પુષ્કળ પૈસો હતો. સેતાનની પાસે તેથી વધારે હતો. એટલે સેતાન ધનવંતરી કરતાં વધતોજ ગયો. રાજાનો મહેલ મહેલને ઠેકાણેજ રહ્યો. ધનવંતરીએ બગીચો બનાવાની શરૂઆત કરી. પણ મજુરો તો સેતાનને ત્યાં તળાવ ખોદતા હતા, જે કંઇ વસ્તુ જોઇએ તે બધીનો જમાવ સેતાનને ત્યાં થયેલો માલુમ પડ્યો.

ધનવંતરી વિચારમાં પડ્યો, કામદારો બધા સેતાનને ત્યાં જાય અને ધનવંતરીને માગ્યા કર મળે, આથી તેની પાસે પૈસો એકઠો થયો કે તેને ક્યાં સાચવવા એ વિચારવાની વાત થઈ પડી. જીવવું પણ ભારે થઈ પડ્યું. ધાતુ શીવાય દરેક વસ્તુની તાણ પડવા લાગી. રસોઇઆ, ગાડીવાળા વગેરે પેલા વેપારીને ત્યાં જવા લાગ્યા. બજારમાંથી ખાવાનું પણ ન મળે. બધુ વેપારીએ ખરીદી લીધું.

ધનવંતરી ખીજાયો. વેપારીને દેશપાર કર્યો. એટલે તેણે ધનવંતરીની સરહદની બહાર છાવણી નાંખી. તેની સ્થિતિ આગળના જેવીજ રહી. ધનવંતરીની પાસે જવાને બદલે લોકો તો સેતાનના પૈસાથી અંજાઈ તેનીજ પાસે જતા રહ્યા.

રાજાનું શરીર દુર્બળ થતું ગયું. ખાવાના સાંસા પડ્યા. તે ગભરાયો, શું કરવું તે સુઝે નહીં. તેવામાં ખસીયાણો થયેલો સમશેર