પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માહાત્માજીની વાતો.

“દીકરા ! હું એથી અજાણ છું, મારા નશીબમાં એવા મહાત્માના દર્શનનો લાભ નથી લખાયો. પ્રભુ તને એવો લાભ આપો એમ ઇચ્છું છું.” બાપે ગંભીરપણે જવાબ આપ્યો.

‘બાપા, મને રજા આપો. મારે સત્યવાનનાં દર્શન કરવાં છે. મારે એમની શોધ કરવી છે.”

બાપે દીકરાની ઇચ્છા દાબી ન દેતાં રજા આપીને શિવદયાલ સત્યવાનની શોધમાં નીકળી પડ્યો.


પ્રકરણ ૨ જું.


સત્યવાનના દર્શનની આતુર ઇચ્છામાં શિવદયાળ રાજમાર્ગે ને જંગલમાં ભમવા લાગ્યો. તેનું ચિત્ત સત્યવાનના વિચારમાં એટલું બધું પરોવાઇ ગયું હતું કે તેને ભુખ તરસનું ભાન રહ્યું નહીં. આવી સ્થિતિમાં ફરતાં ફરતાં એક દિવસ બપેારે તેને એક માણસ મળ્યો. તેણે ઉભા રહીને શિવદયાલને પૂછ્યું “બચ્ચા, ક્યાં જાય છે ?” શિવદયાળે ઉભા રહી જવાબ આપ્યો “હું સત્યવાનની શોધમાં જાઉં છું. મારા બાપાએ કહ્યું છે કે જે ભાગ્યશાળી હોય તેને જ સત્યવાનનાં દર્શન થાય. હું એનું ઠેકાણું જાણતો નથી, તેથી તેની શોધમાં નીકળ્યો છું.”

તે શખ્સ બોલ્યો, “બચ્યા, હું જ તે સત્યવાન છું, જેને તું શોધે છે.”

શિવદયાળ બહુજ ખુશીમાં આવી ગયો, તે બોલ્યો, “મહાત્મા ! આપ કઇ બાજુએ પધારો છો ? જો અમારી તરફ જતા હો તો મારે ઘેર પધારો, પણ જો આપને ઘેર પધારતા હો તો મને સાથે લઈ જાઓ.”

સત્યવાને કહ્યું, “હમણાં મારે કામ છે. કાલે સવારે તું મારે ઘેર આવજે, પૂર્વ દિશામાં સીધો ચાલ્યા કરીશ એટલે એક જંગલમાં