પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાત્માજીની વાતો.

વધવા માંડી. અંતે બરોબર રીંછણને માથે એવા જોરથી તે પડ્યો કે રીંછણ પણ મરી ગઇ, તેનાં બચ્ચાં તેને મૂકીને નાશી ગયાં.

શીવદયાળ અજબ થતો થતો આગળ ચાલ્યો. તે વાડી અને સોનાના છાપરાવાળા ઘર પાસે આવી પહોંચ્યો. દરવાજામાં જ સત્યવાનને તેણે દીઠો. શીવદયાળને આવકાર દઇ વાડીમાં લીધો. વાડીની રચના અને ભપકો તેણે સ્વપ્નમાં પણ દીઠાં નહોતાં. સત્યવાન તેને મહેલમાં લઇ ગયા. તેમાંના ઓરડાઓ જોતો જાય ને જાણે ભુલતો જાય એવું લાગ્યું. એમ કરતાં એક બંધ ઓરડા પાસે આવ્યા. સત્યવાને કહ્યું, “દરવાજો જોયો? એને તાળું નથી, માત્ર એક સીલ છે. ઉઘાડવો હોય તો તુરત જ ઉઘડી શકે એમ છે, પણ હું તને ઉઘાડવાની ના પાડું છું. આ મહેલમાં રહીને જ્યાં ફરવું હોય ત્યાં ફરજે, માત્ર એક હુકમ પાળજે. આ બારણું ઉઘાડીશ નહીં, પણ જો ઉઘાડું તો જંગલમાં જોયું છે તે યાદ કરજે.” આટલું કહી સત્યવાન અદૃશ્ય થઈ ગયા.

શિવદયાળ એકલો રહેવા માંડ્યો. ૩૦ વરસ તેને ત્યાં થઈ ગયાં, પણ તેને તો તે ત્રણ કલાક જેવાં લાગ્યાં. આ મુદત ખલાસ થયે એક દિવસ તે સીલવાળા દરવાજા‚ પામે ફરતો હતો ત્યારે તેને વિચાર થયે!, કે “આ ઓરડામાં જવાની મનાઇ સત્યવાને શા માટે કરી હશે? હું તો અંદર જઇશ, અને તેમાં શું છે તે જોઈશ.”

બારણાને ધક્કો દઇ તેણે સીલ તોડી નાંખ્યાં અને અંદર દાખલ થયો. એ ઓરડો સઉથી સુંદર હતો અને તેની વચ્ચે સોનાની રાજગાદી હતી.

તે રાજગાદી પર ચઢી બેઠો, રાજગાદી સામે રાજદંડ પડેલો દીઠો. તે પણ તેણે હાથમાં ઝાલ્યો, જેવો તેણે રાજદંડ ઝાલ્યો કે તુરત જ ઓરડાની ચારે ભીંતો નીચે પડી ગઇ. જેથી આખી દુનિયા અને તેમાં માણસો શું કરે છે તે એને દેખાવા માંડ્યુ, “મારે ઘેર બધા કેમ છે અને દાણાનો પાક કેવો છે તે હું જોઈ શકીશ.” એવો તેને વિચાર આવ્યો. જેવી તેણે પોતાના ખેતર ભણી નજર