પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવાન અને શિવદયાળની વાત

કરી કે તેને સારો પાક જણાયો. એક ખેડુત તેમાં થઈને ગાડું હાંકતો તેણે દીઠો. પહેલાં તો તે તેને પોતાના બાપનું ગાડું લાગ્યું, પણ બરોબર તપાસતાં તે તો કોઇ ચોર જણાયો. આથી શિવદયાળ ગુસ્સે થઇ બોલી ઉઠ્યો, “બાપા, બાપા, ખેતરમાં દાણાની ચોરી થાય છે!” બાપ જાગી ઉઠ્યો. અરે! મને સ્વપ્નું આવ્યું કે ખેતરમાં દાણાની ચોરી થાય છે, ચાલ જઇને જોઉં.” એમ વિચારીને ઘોડે બેસી ખેતર ભણી ગયો. ત્યાં ચોરોને દેખી તુરતજ પાડોશીને ભેગા કરી તેને પકડ્યો, અને સહુએ તેને ખુબ મારી કેદખાનામાં નંખાવ્યો.

હવે શિવદયાળે પોતાના ઘર ભણી નજર કરી, તો ત્યાં પોતાની માને સુતેલી દીઠી. એક ચોરે ઘરમાં પેસી પેટી ભાંગવા માંડી. તેની મા જાગી ઊઠી અને ચીસો પાડવા માંડી, જેથી ચોર એક કુહાડી લઈ તેને મારવા દોડ્યો. શિવદયાળથી આ દેખી ન શકાયું, તેણે રાજદંડનો પેલા ચોર ઉપર પ્રહાર કરી તેને તુરત જ મારી નાંખ્યો.


પ્રકરણ ૪ થું.

શિવદયાળે જેવો તે ચોરને મારી નાંખ્યો કે તુરત જ ચારે બાજુથી દીવાલો અસલની જેમ બંધાઇ ગઇ. દરવાજો ઉઘડી ગયો અને સત્યવાન તેમાં દાખલ થયા. તેણે શિવદયાળને હાથ ઝાલીને ગાદી ઉપરથી ઉતારી મુકી કહ્યું કે “તેં મારો હુકમ માન્યો નહીં દરવાજો ઉઘડ્યો એ તેં એક પાપ કર્યું. મારી રાજગાદી પર ચઢી મારો રાજદંડ ઝાલ્યો એ બીજું પાપ. અને દુનિયાના પાપમાં વૃદ્ધિ કરી એ ત્રીજું પાપ. જો એક કલાક વધુ તું ત્યાં રહ્યો હોત તો અર્ધી દુન્યાનો તું નાશ કરત".

સત્યવાને શિવદયાળના કામનો ચિતાર આપવા ફરીથી તેને રાજગાદી પર બેસાડી તેના હાથમાં રજદંડ આપ્યો. દિવાલો ફરીથી