પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવાન અને શિવદયાળની વાત

એક બાજુએ મજબુત કરશો તો તમારા પાટા તુરત વળી જશે.” ઉપર પ્રમાણે કરવાથી કામ બરોબર ચાલવા માંડ્યું. મજુરોએ શિવદયાળને રાતે પોતાનો મહેમાન કરીને રાખ્યો. બીજી સવારે પરોઢીએથી તેમણે ફરી ચાલવા માડ્યું,

એક દિવસ ને રાત ચાલતાં એક જંગલમાં કેટલાક ભરવાડો આરામ લેતા હતા ત્યાં આવી પહોંચ્યો. ભરવાડો ઢોરને ચરવા મુકી અગ્નિ સળગાવતા હતા. તેમણે સુકી ડાંખળીઓ લઇને તેને સળગાવી, તે ડાંખળીઓ સળગી ન સળગી ત્યાં તો એની ઉપર બીજાં લીલા ભારે લાકડાં ખડક્યાં, લાકડાના ભારથી સળગેલી ડાંખળીઓ બુઝાઇ ગઈ. ભરવાડોએ ફરી પ્રયત્ન કર્યો પણ દેવતા સળગીને બુઝાઇ ગયો. ત્યારે શિવદયાળ બોલી ઉઠ્યો, “ડાંખળીઓ સળગાવીને તુરત જ જાડાં લાકડાં તેની ઉપર ન મુકો જ્યારે તે બરોબર સળગે પછી લાકડાં નાંખશો તો તુરતજ અગ્નિ ચાલુ થશે.” ભરવાડોએ ખુબ ડાંખળીઓ એકઠી કરી તેમને બરાબર સળગવા દીધી. પછી લાકડાં નાખ્યા. એટલે દેવતા સારી રીતે સળગવા માંડ્યો, શિવદયાળ ત્યાં થોડીવાર રોકાઈ આગળ ચાલવા માંડ્યો. ચાલતાં ચાલતાં વિચાર કરે છે, “આ મેં જોયું તેનો શું અર્થ હશે !” પણ તેનાથી તેનું રહસ્ય ન સમજી શકાયું.


પ્રકરણ ૭ મું.


સાંજ સુધી ચાલ્યા કીધું ત્યારે વનમાં એક ભોંયરા પાસે આવી પહોંચ્યો. તેનો દરવાજો ઠોકતા “કોણ છે” કરી અવાજ આવ્યો. “એક મહા પાપી. પારકાનું પાપ માથે લઇ લેવાથી હવે તેને ધોવા જાઉં છું.” એમ શિવદયાળે નમ્રપણે જવાબ દીધો.

ભોંયરામાંથી મહાત્મા બહાર આવ્યા અને પૂછ્યું, “બીજાના એવાં કયાં પાપ તું તારે માથે લઇ ફરે છે ?” શિવદયાળે બધી વાત કહી. સત્યવાનને મળ્યાની, રીંછણ અને તેનાં બચ્ચાંની, બંધ ઓરડાની રાજગાદીની, સત્યવાનની આજ્ઞાની, રસ્તાના ખેડુની અને વાછરડું તેની પાળનાર બાઇના સાદથી કેવું બહાર નીકળી આવ્યું તેની