પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
માહાત્માજીની વાતો.

નહીં. એક દિવસ તે બેઠો છે એવામાં કોઈ ઘોડેસ્વાર ગીત ગાતો જતો હતો. તે તેને કાને પડ્યું. આ કોણ હશે એ જાણવા તે બહાર આવ્યો. સુંદર કપડાં પહેરેલાં, અને તેજી ઘોડા ઉપર સોનેરી જીન ઉપર બેઠેલો મજબુત માણસ તેની નજરે પડ્યો. તેને ઉભો રાખી શિવદયાળે પુછ્યું “ભાઇ તમે કોણ છો, અને ક્યાં જાઓ છો ?”

“હું લુંટારો છું” તેણે ઉભા રહી જવાય આપ્યો. “માણસોને મારી હું તેમનો માલ લુંટી લઉં છું. જેમ વધારે માણસો મારું ને વધુ લુંટ કરૂં તેમ મને વધુ આનંદ થાય છે.”

શિવદયાળ ભયભીત થઇ ગયો ને વિચારવા લાગ્યો કે “આ માણસનાં પાપ કેમ ધોવાય ? મારી પાસે આવી જેઓ પોતાનો દોષ વગર પુછે કહે તેમને શિખામણ આપવી એ સહેલું છે; પણ આ માણસ તો પાપમાં આનંદ માને છે.” શિવદયાળ ત્યારે તો કંઇ બોલ્યો નહી. મનમાં વળી વિચારવા લાગ્યો કે “હું શું કરૂં ? આ ઠેકાણે રોજ આ લુંટારો આવશે જો આવનારા માણસો બ્હી જશે તો આવશે નહિ. આથી તેમનું અજ્ઞાન દુર કરવાનો સંજોગ દુર થશે અને વળી મારો ગુજારો કેમ કરવો એ મુશ્કેલી ઉભી થશે. આવો વિચાર કરી તે ચોરને ફરી કહેવા લાગ્યો “મારી પાસે આવી માણસો પોતાનાં પાપનો પસ્તાવો કરે છે, અને તેની ક્ષમા માગે છે. ઇશ્વરથી બ્હીને તું પણ પસ્તાવો કર. જો તારે પાપમાંથી નીકળવું ન હોય તો અહીંથી જતો રહે. અને ફરી આવીશ નહીં. તારી ધાકથી બીજા માણસો આવતાં અટકે એવું ન કરીશ, મારૂં કહેવું નહીં માને તો પ્રભુ તને સજા કરશે.”

લુંટારો તો આ સાંભળી હસી પડયો. અને તે બોલ્યો “મને કાંઈ ઈશ્વરની બ્હીક નથી. ભાઇ, તું કાંઇ મારો ધણી નથી કે હું તારૂં કહેવું માનું. હું લુંટનો ધંધો કરી ગુજારો કરૂં છુ, તો તું પવિત્ર રહી ગુજારો કરે છે. આપણે જેમ તેમ કરી ગુજારો કરવો. એટલો નિયમ છે. જે ઘરડી ડોશીઓ આવે તેને તારો ઉપદેશ કરજે પણ મને તારે શીખવવું નહીં, તેં ભગવાનનું નામ લીધું છે તો કાલે વળી એ વધુ