પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
માહાત્માજીની વાતો.

“જો લોક તારી પાસે નહીં આવે તો તારો ગુજરો કેમ ચાલશે !” ચોરે પૂછ્યું. આટલું કહી તે ચાલતો થયો. શિવદયાળે આ બાબત વિચાર જ નહોતો કર્યો. ચોરના જવા પછી તે વિચારવા લાગ્યો કે “એણે મારી ખબર પુછી પણ મેં તો એના જીવન સંબંધી ખબર પુછ્યા નથી. હવે એને પોતાના ધંધાનો પશ્ચાતાપ થતો હશે ? આજે એ માયાળુ જણાય છે. મને લગારે ધમકી આપી નથી.” આમ વિચારી તેણે ચોરને બુમ પાડી ઉભો રાખ્યો, અને તેની પાસે જઈ કહ્યું “ભાઇ, મારૂં તો ઇશ્વરેચ્છા હશે તેમ થશે, પણ હવે તારાં પાપોનો પશ્ચાતાપ કરવો પડશે. પ્રભુની સત્તાથી તું છુટી શકે એમ નથી.” ચોરે ઘોડો ફેરવ્યો ને પોતાની ભેઠમાંથી એક છરો કાઢી તેને મારવા દોડ્યો, શિવદયાળ તો ભયભીત થઇ ઝાડીમાં ભરાઇ ગયો, એટલે ચોરે બુમ પાડી બોલ્યો “બે વાર તું મારી આડે આવ્યો છે અને મેં તને જવા દીધો છે, પણ હવે ત્રીજીવાર હાથમાં આવ્યો કે મૂઓજ સમજજે.”

આમ બોલી ચોર ચાલ્યો ગયો. સાંજે જ્યારે નિત્યનિયમ મુજબ શિવદયાળ ઠુંઠાઓને મોઢાવડે પાણી પાવા ગયો કે એક ઠુંઠામાંથી ડાળું ફુટેલું દીઠુ.


પ્રકરણ ૧૦ મું


આ પ્રમાણે શિવદયાળ એકલા માણસોની નજર બહાર રહેવા લાગ્યો. ત્યાં જંગલમાંથી કંદમુળ કાઢીને તે પેાતાનું પેટ ભરતો હતો. દિવસે કંદમુળ વાસ્તે જતો હતો ત્યાં એક ઝાડ તળે એક ટોપલીમાં રોટલીઓ ટાંગેલી દીઠી. ઇશ્વરનો આભાર માની તેણે એ રોટલી લીધી. હવેથી રોજ એ પ્રમાણે રોટલીઓ મળવા લાગી. અને રોજ ઇશ્વરના ગુણ ગાઈને તે રોટલી ખાવા લાગ્યો. એમ કરતાં દશ વરસ વીતી ગયાં. પહેલા એકજ ઠુંઠામાંથી ઝાડ ઉગવા લાગ્યું. અને તેમાંથી સુંદર આંબાનું ઝાડ થયું. બીજા બે ઠુંઠાં એમ ને એમ રહ્યા. એક દિવસ સાંજરે પોતાનું કામ કરી શિવદયાળ બેઠો બેઠો વિચાર કરે છે કે “મેં તો પાપ કર્યાં છે. મને મોતની બ્હીક લાગે છે પ્રભુની ઈચ્છા