પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
માહાત્માજીની વાતો.

છે. માટે એજ ઉત્તમ રસ્તો છે કે વિશેષ થંડી હોય તે દિવસે દારુ પીઇ લેવો, એટલે કપડાંની જરૂર રહેશે નહી. હવે તો આખી જીંદગી હું કપડાં સિવાય સુખશાંતિમાં ગાળી શકીશ. ફક્ત ઘરમાં સ્ત્રી છે, એ જરા મોં મરડશે, પણ તેને તો દબાવી દેઇશું. સ્ત્રીઓ એ બાબતમાં શું સમજે? કમાવાવાળા તો આપણેજ છીએને !” નથુ દારૂની ધૂનમાં આવા વિચારો કરતો રસ્તામાં એક ગલીની અંદર આવી પહોંચ્યો. અંધારું થવા આવ્યું હતું અને ગલીમાં બત્તીનાં કોઇ પણ જાતનાં સાધન ન હોવાથી ત્યાં બધે અંધકાર હતો. ત્યાં આગળ તેણે કેટલેક છેટે દીવાલની નજીક હવેલી પાસે કંઈક સફેદ આકૃતી જોઈ. નથુ આગળ વધતો અટકી બારીકાઇથી જેવા લાગ્યો. પરંતુ તે શું છે, તે જાણી શક્યો નહીં, તે રસ્તાથી પરીચયવાળો હોવાથી વિચાર કરવા લાગ્યો કે “આ જગ્યાએ કઈ પત્થર જેવું તો દીવસે જોવામાં આવતું નહોતું. આ શું છે? કાંઇ જાનવર છે! એવું તો કંઈ લાગતું નથી, મસ્તક તો મનુષ્યના જેવું લાગે છે. પરંતુ તે અત્યંત સફેદ લાગે છે. પરંતુ આ સમયે આવા અંધકારમાં અત્રે મનુષ્ય શામાટે આવે?” નથુ ચાલતા ચાલતા હવે તો છેક નજીક આવી પહોંચ્યો, હવે તે એને ચોખ્ખી રીતે જોઈ શકતો હતો. હવે તેની ચોક્ક્સ ખાત્રી થઇ કે એ તો નક્કી કોઇ મનુષ્યજ છે. પછી મરી ગએલું હોય કે જીવતું, વળી તે જોઇ શક્યો કે તેના શરીરપર બીલકુલ વસ્ત્ર પણ નથી, અને તદન નગ્નાવસ્થા છે અને તે માણસ ભીંતને ટેકવી સ્તબ્ધ ઉભો રહ્યો છે. આ વિચિત્રતા જોઈ નથુ મનમાં ગભરાયો અને વિચાર કરવા લાગ્યો કે કોઇએ આ માણસને મારી નાંખી ભીંત સાથે ટેકાવી ઉભો રાખ્યો છે. ઘણોએ વિચાર કરીને નથુ આખરે ત્યાંથી ચાલવા લાગ્યો અને થોડેક છેટે ગયા બાદ પાછું ફરી જોયુ તો તે માણસને બેસી ગયેલો અને આમ તેમ હાલતો જોયો. નથુ જરા નજીક પાછો આવીને જોવા લાગ્યો. તો તે માણસ પોતાના તરફ તાકીને જોતો માલુમ પડ્યો. નથુ અગાઉના કરતાં વધુ બીવા