પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
જીવન દોરી

જ મળે છે, અને પરમાત્મા હંમેશાં ન્યાયી અને દયાળુ છે, તારૂં જીવન હવે તું કેમ ગાળવા માગે છે, અને તું ક્યાં જવા ધારે છે?”

દેવદૂતે જણાવ્યું: “મને બધું સરખું જ છે.” નથુ જરા આશ્ચર્ય પામ્યો. અને પોતાના અંતઃકરણ સાથે વિચારવા લાગ્યો કે આ મનુષ્ય કોઇપણ પ્રકારે દુરાચારી લાગતો નથી, એનું બોલવું તદ્દન શાંતિ ભરેલું છે. પરંતુ પોતાની હકીકત કહેતાં એ ડરે છે, હશે ગમે એ હોય, હું એને મારે ઘેર તો તેડી જઇશ. એમ વિચારી દેવદુતને કહ્યું: “ભાઇ, તું મારી સાથે ઘેર ચાલ, અને ઠંડીથી તું અકડાઇ ગયેલો છે, માટે આગ પાસે બેસી જરા આરામ લે. પછી તારે જે કહેવા કરવાનું હોય તે નીરાંતે મને કહેજે.”

હવે નથુનું ઘર નજીક આવવા લાગ્યું. એટલે તેને પોતાની સ્ત્રી સાંભળી આવી અને મનમાં વિચારવા લાગ્યોઃ “સ્ત્રી ને છોકરા માટે હું કપડાં ખરીદવા ગયો. કમભાગ્યે પૈસા ન મળવાથી કપડાં લઈ ન શક્યો, અને પાસે જે જુજ પૈસા હતા તેનો આવી ઠંડીમાં દારૂ પી લીધો. રસ્તે ચાલતાં આ નગ્ન ભીખારીને સાથે ઉપાડી આવ્યો, ઘરમાં ખાવાનું પણ પુરતુ નહીં હોય, એટલે સ્ત્રી ગુસ્સો તો કરવાની જ છે, હરી ! હરી !! જે અને તે ખરૂં.” નથુ જ્યારે જ્યારે દેવદૂતના મોઢા સામું જોતો એટલે તેના અંતઃકરણમાં કુદરતી પ્રેમ ઉત્પન્ન થઈ આવતો હતો. તેથી બધા વિચારો તે ભુલી જતો હતો. આવી રીતે વિચારમાં ચાલતાં ચાલતાં દેવદુત સાથે નથુ ઘરની નજીક આવી પહોંચ્યો.


પ્રકરણ ૩ જું.


નથુની સ્ત્રીએ ઘરનું સરવે કામકાજ આટોપી લીધું હતું. પોતે બળતણ પાણી વિગેરે લઇ આવી હતી, અને છોકરાઓને ખવરાવી કામકાજમાંથી પરવારી હતી; અને પોતે પણ થાડુંક ખાઇને વિચાર કરતી બેઠી હતી. “નથુ ગામમાં ગએલ છે. એટલે ગમે તે જગ્યાએ