પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
માહાત્માજીની વાતો.

નથુએ ગુસ્સાથી કહ્યું “તું એકદમ ચુપ રહે, અને મારે જે કહેવાનું છે તે સાંભળ.”

સ્ત્રી કહેવા લાગી કે તમારા જેવા પીધેલ એવા પાસેથી શું અક્કલની વાત સાંભળવી હતી. પૈસા લઇ કપડાં લેવા ગયા. તેનો દારૂ પી રસ્તામાંથી રઝળતા ભીખારીને ઉપાડી તમ ઘેર આવ્યા, અને હવે મારૂં કર અને મારા પુનીયાનું પણ કર !! આ તમારી કુટેવો હું સહન કરી શકતી નથી.” અત્યંત ગુસ્સાના આવેશથી તે સળગી ઉઠી હતી અને જેટલાં વેણ કહેવાય તેટલાં બધાં કહ્યાં.

નથુ આ સર્વ શાંત ચિત્તથી સાંભળી રહ્યો, કારણ કે આ દેખાવ કંઈ નવો નહોતો. ગુસ્સામાં ને ગુસ્સામાં સ્ત્રીએ ચાલી જવાનો ત્યાંથી વિચાર કર્યો પરંતુ આ અજાણ્યો પુરૂષ કોણ હતો તે જાણવાની તેણીની ઉત્કંઠા હતી તેથી રસોડામાંજ બેઠી.


પ્રકરણ ૪ થું.


નથુ તથા દેવદુત બાંકડા ઉપર બોલ્યા ચાલ્યા સિવાય બેસી રહ્યા હતા. સ્ત્રીએ પાતાના મનનો ઉભરો વચનબાણ વડે ખાલી કર્યો, અને આખરે થોડોક સમય વિત્યાબાદ શાંત પડી, અને નથુને કહેવા લાગી કે “જો આ ભલો મનુષ્ય હોય તો આવી નગ્નાવસ્થા અને અધમાવસ્થામાં કેમ હોય ? પાસે પહેરવાનું એક પેરણ નથી. આવુ ઉત્તમ પુરૂષરત્ન તમે ક્યાંથી શોધી લાવ્યા. નથુ બોલ્યો-હું તને પ્રથમથીજ આ મનુષ્ય વિષે કહેવાની કોશીષમાં હતો. પરંતુ તારો ઉભરો ખાલી કર્યા સિવાય તું કોઇનું સાંભળે એમ ક્યાં છે ? હું સામે છેટેની ગલીમાં થઈને અંધારામાંથી ચાલ્યો આવતો હતો. ત્યાં આગળ પેલા દેવળ નજદીક ભીતને અઢેલી બેઠેલા આ માણસને મેં તદ્દન નગ્નાવસ્થામાં જોયો. થંડીથી એ તદ્દન અકડાઇ ગએલો હતો. પ્રથમ તો મને આવી સ્થિતિમાં મનુષ્યને જોઇ ધાસ્તી લાગી આવી, અને હું ઘર