પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
જીવન દોરી

પ્રકરણ ૭ મું


નથુએ દેવદુતને જણાવ્યું કે “જો, આપણે આ કામ હાથમાં લીધું છે, પરંતુ એવા સરસ જોડા બનાવવા જોઇએ કે આપણે કાંઇ હરકતમાં આવી ન પડીએ. આ ચામડું ઘણુંજ ઉત્તમ છે.અને શેઠીઓ ઘણો કડક મગજનો લાગે છે, કોઇ પણ જાતની ભુલ ન થાય એને માટે અત્યંત કાળજી રાખવાની છે. તું મારા કરતાં વિશેષ હુંશીઆર છે, માટે એ કામ તુજ હાથમાં લે.” દેવદુતે સરસ જોડા બનાવવાનું કામ પોતાના ઉપર લીધું. ચામડું લઇ તેને નરમ બનાવવા લાગ્યો અને પછી તેને કાપવાનું શરૂ કીધું. નથુની સ્ત્રી તેની પાસે આવીને બેઠી અને દેવદુત શું કરે છે, તે જોવા લાગી. અને અજાયબ થઇ કે દેવદુત કેવી રીતે કાપે છે! કારણ કે નથુની સ્ત્રીને પણ તે કામનો મહાવરો હતો. તેણી જોઈ શકી કે દેવદૂતે તે જોડાને માટે ચામડું કાપવાનું મુકી સપાટ બનાવવાના કકડા કાપ્યા. છતાં તેણીએ વિચાર કર્યો કે કદાચ આદમીના જોડા કેવી રીતે બનાવવા તેની તેને ખબર ન હશે, દેવદુત અમારા બધા કરતાં હુશીયાર છે. માટે જેમ એની મરજીમાં આવે તેમ કરવા દેવું. હવે દેવદુત સપાટને માટે ચામડુ કાપી રહ્યો અને એકવડા દોરાથી તે શીવવા લાગ્યો. નથુની સ્ત્રી ફરી અજાયબ થઇ. કારણ કે તેણી જાણતી હતી કે સપાટ બનાવવા માટે બેવડો દોરો વાપરવો પડે છે. પરંતુ હજી પણ તેણી ચુપ બેસી રહીને દેવદુત શું કરે છે, તે ફક્ત જોવાજ લાગી. થોડીવાર પછી નથુ આવ્યો અને તેણે જોયું કે તે શેઠીઆના ચામડાંમાંથી જોડા બનાવવાનું મુકી સપાટ બનાવે છે, નથુ એકદમ દિલગીર થઇ ગયો અને વિચાર્યું કે દેવદુત એક વરસ થયાં કામ કરે છે અને કોઇ દિવસ કાંઇ પણ ભુલ કરી નથી અને આજે શું કરે છે? તે શેઠીઆએ જોડા બનાવવાનું કહ્યું છે, અને આ તો સપાટ બનાવે છે, હવે તો તેણે ચામડું પણ કાપીને બગાડ્યું છે, હવે તે શેઠીઆને