પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
જીવન દોરી

પ્રકરણ ૮ મું.


એક વરસ પુરૂં થયું, બે પુરાં થયાં, અને દેવદુતને નથુને ત્યાં રહેવાને હવે ૫ વરસ થઈ ગયાં. દેવદુત અગાઉની માફકજ રહેતો હતો. તે કદી બહાર ગયો નથી. કદી બીનજરૂરી વાત કરી નથી અને સઘળા વખતમાં ફક્ત બેજ વાર હસ્યો છે. પહેલીવાર જ્યારે નથુને ઘેર આવ્યો અને નથુની સ્ત્રીએ તેને ખાવાનું આપ્યું ત્યારે, અને બીજી વખત જ્યારે તે શેઠીઓ દુકાનમાં આવીને બેઠો હતો ત્યારે. નથુ દેવદુતના કાર્યથી એટલો બધો આનંદ પામ્યો હતો કે તેને ફક્ત એટલીજ ચિંતા રહેતી હતી કે દેવદૂત તેની પાસેથી ચાલ્યો ન જાય. નથુએ તેને કદી પૂછ્યું નહીં કે તું ક્યાંથી આવે છે.

એક દિવસ તેઓ ઘરમાં બેઠા હતા. નથુની સ્ત્રી ઘરકામમાં હતી અને છોકરાંઓ રમતા હતાં. નથુ પોતાનાં હથીઆર ઘસતો હતો, અને દેવદુત શીવવાના કામમાં ગુંથાયેલો હતો. નથનો એક છોકરો બહારથી દોડતો આવી દેવદુતને ગળે વળગી કહેવા લાગ્યો: “કાકા, જુઓ, બહાર એક વેપારીની સ્રી આવે છે અને તેની સાથે બે છોકરીઓ છે. જેમાંથી એક બીયારી લુલી છે.”

છોકરાએ આ કહ્યું કે દેવદૂતે તરતજ પોતાનું કામ પડતું મૂક્યું અને બારીમાંથી આતુરતાથી જોવા લાગ્યો. નથુ આશ્ચર્ય પામ્યો, કારણ કે દેવદુત કદી પણ પોતાનું કામ છોડી કંઈ પણ જોવા ઉઠતો નહોતો. તે સ્ત્રી નથુને ત્યાંજ આવતી જણાઈ. દરવાજો ઉઘાડી તે અંદર આવી. બન્ને છોકરાં માની પાસે બેઠાં, એક છે।કરી લુલી હતી. તેઓને સ્વચ્છ કપડાં પહેરાવેલાં હતાં. નથુએ તેમને આવકાર આપી બાંકડાપર બેસાડ્યાં. ને સ્ત્રીએ કહ્યું કે આ બન્ને છોકરીઓ માટે જોડા બનાવવાના છે. માટે તમે બનાવી શકશો? ” નથુએ