પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
જીવન દોરી

“ભાઇ દેવદુત, હું જોઉં છું કે આપ કંઈ સાધારણુ માણસ નથી. આપને હું રહેવાની ફરજ પાડતો નથી. યા કઇ સવાલ પુછતો નથી છતાં એટલું તો ફક્ત મને કહોજ કે જ્યારે હું આપને મળ્યો અને મારે ઘેર બોલાવી લાવ્યો ત્યારે તમે દિલગીર હતા અને મારી સ્ત્રીએ ખાવાનું આપ્યું ત્યારે હસી પડ્યા અને આપ તેજમાન દેખાવા લાગ્યા વળી પાછું જ્યારે તે શેઠીઓ આવ્યો ત્યારે પણ આપ બીજી વખત હસ્યા અને વધુ પ્રકાશમાન દેખાવા લાગ્યા ! અને હવે જ્યારે આ સ્ત્રી નાની છોકરીને લઈને આવી ત્યારે તમે ત્રીજી વખત શા માટે હસ્યા, અને આટલા બધા હવે તેજવાન કેમ લાગે છો ? ભાઇ દેવદુત આપ મને કહો કે આપનામાંથી આટલું બધુ તેજ કેમ પ્રકાશે છે? અને આપ શા માટે ત્રણવાર હસ્યા ?”

દેવદુતે કહ્યું: હાલમાં મારામાંથી તેજ પ્રકાશે છે તેનું કારણ એટલુંજ કે મને શીક્ષા થઈ હતી પરંતુ ઇશ્વરે હવે માફી બક્ષી છે અને હું ત્રણ વખત એટલા માટે હસ્યો કે ઇશ્વરના ત્રણ શબ્દો મારે શીખવા જોઇએ, એવી આજ્ઞા મને થઈ હતી, અને હવે એ ત્રણે શબ્દો હું જાણું છું. પહેલો શબ્દ હું જ્યારે આપની સ્ત્રીએ મારાપર દયા કરી ત્યારે શીખ્યો, અને તેથી પહેલીવાર હસ્યો. બીજો શબ્દ જ્યારે પેલો પૈસાદાર શેઠીઓ જોડા બનાવવા હુકમ આપી ગયો ત્યારે શીખ્યો. અને તેથી બીજીવાર હસ્યો અને હવે જ્યારે આ છોડીઓને જોઇ ત્યારે ત્રીજો શબ્દ શીખ્યો અને તે છેલ્લો હતો. અને તેથી ત્રીજી વખતે હસ્યો.”

નથુએ પુછ્યુ: “ભાઇ દેવદુત, ઇશ્વરે તને શા માટે શીક્ષા કરી, અને ત્રણ શબ્દો તે કયા છે? તે કહે તો હું પણ તે જાણી કંઈક તેમાંથી શીખું.”

દેવદુતે કહ્યું: “ઇશ્વરે મને સજા એટલા માટે કરી કે હું તેની આજ્ઞા વિરૂદ્ધ ચાલ્યો. હું સ્વર્ગમાંનો ફીરસ્તો હતો, અને હું ઇશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ચાલ્યો હતો. હું જે વખતે સ્વર્ગમાં ફીરસ્તો હતો તે