પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
માહાત્માજીની વાતો.

થોડીવાર વિચાર કરી આપે ચાલવા માંડ્યું. આ જોઈ હું અત્યંત નિરાશ થઈ ગયો. એવામાં એકાએકજ આપ મારી તરફ પાછા વળ્યા, અને મારી નજીક આવ્યા, પ્રથમ આપનો ચહેરો મેં જોયો ત્યારે તે ધાસ્તીથી ભરેલો મને લાગતો હતો અને હું જોઇને બીધો હતો. પરંતુ આપ ફરીથી આવ્યા ત્યારે આપનો ચહેરો ઘણોજ શાંત દેખાતો હતો અને આપના અંતઃકરણમાં ઈશ્વર અને દયાનો વાસ છે. એમ હું જોઇ શક્યો, આપે મને કપડાં પહેરાવ્યાં અને મને આપને ઘેર લઈ આવ્યા. ત્યાં આગળ આપની સ્ત્રીને પ્રથમ જોઈ ત્યારે તે તો આપના કરતાં પણ મને અત્યંત ભયંકર લાગી. તેણીની ઇચ્છા મને પોતાના ઘરમાંથી બહાર ભયકર થંડીમાં કાઢી મુકવાની હતી અને મેં જાણ્યું કે જો તેણી એમ કરશે તો તેનું મૃત્યુ નજીકજ છે. આપે તેમને પરમાત્મા વિષે યાદી આપી, અને મનુષ્ય શરીર નાશવંત છે તે પણ જણાવ્યુ અને તે સાંભળી તેની વૃતિ એકદમ બદલાઇ ગઇ. તેણીએ જ્યારે મને ખાવાનું આપ્યું અને મારા તરફ પ્રેમવૃત્તિથી જોવા લાગી ત્યારે મે તેણીના તરફ જોયુ અને તેના ચહેરા પરથી મને દીસ્યું કે મૃત્યુ તેને માટે ઘણું દુર છે તેણીના અંતઃકરણમા ઇશ્વરનો વાસ છે તે પણ મેં જોયું અને ઇશ્વરનો પહેલો શબ્દ “મનુષ્યની અંદર શું રહેલું છે તે તું શીખશે” એ મને તરતજ યાદ આવી ગયું અને હું સમજ્યો કે મનુષ્યનામાં અપુર્વ પ્રેમ રહેલો છે. અને એ જાણી હું અત્યંત રાજી થયો. પરમાત્માએ મને જે વચન આપ્યું તે તેણે મારી આગળ પ્રકાશીત કર્યું છે. અને હું પહેલ વાર હસ્યો. પરંતુ મનુષ્યને શું નથી આપવામાં આવ્યું અને મનુષ્યો શાથી જીવે છે આ બે બાબત મેં જાણી નહોતી. હું આપની સાથે રહેવા લાગ્યો. આપની સાથે રહતાં એક વર્ષ થયું કે એક ગૃહસ્થ આપની દુકાનમાં બુટ બનાવવાનો હુકમ આપવા એક દિવસ આવ્યા તેણે જોડા બરાબર એક વરસ સુધી, આકાર બદલાયા સીવાય ચાલે એવી જામીની સાથે બનાવવા કહ્યું. મેં તે ગૃહસ્થના તરફ જોયું અને