પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
જીવન દોરી

એકાએક તેની પછવાડે અંતરીક્ષમાં મેં મારા દોસ્તદાર યમરાજ (જીવ લેનાર દુત) ને જોયા. મારા સીવાય બીજા કોઇએ તેને જોયા નહતા. અને મેં જાણ્યું કે સંધ્યાકાળ અગાઉ આ પૈસાદાર ગૃહસ્થનો પ્રાણ મારા મિત્ર યમરાજ લેશે, અને મેં તેજ વખતે વિચાર કર્યો કે આ ગૃહસ્થ, જોડા વરસ દિવસ સુધી પહોંચવા જોઇએ એમ કહેવા માગે છે, પરંતુ તે પામર મનુષ્ય જાણતો નથી કે આજે સંધ્યાકાળ અગાઉ તો તેનું મૃત્યુ છે. મને તરતજ ઇશ્વરનો બીજો શબ્દ યાદ આવ્યો કે “મનુષ્યને શું નથી આપવામાં આવ્યું તે તું શીખશે.” મનુષ્યમાં શું રહેલું છે એની તો મને ખબર પડીજ હતી, હવે મનુષ્યને શું આપવામાં નથી આવ્યું તે પણ સમજાયું, મનુષ્યને એ જાણવાની શક્તિ આપવામાં આવી નથી કે તેમનાં દેહને માટે તેમને શાની જરૂર પડશે. એ જાણવાથી હું બીજી વખત હસ્યો. મારા મિત્ર યમરાજને જોવાથી હું અત્યંત રાજી થયો હતો, તેમજ પરમાત્માએ તેમણે જણાવેલા બીજા શબ્દ વિષે પણ મારાપર પ્રકાશ પાડ્યો જેથી હું અત્યંત રાજી થયો. પરંતુ હજી પણ ઇશ્વરનો ત્રીજો શબ્દ “મનુષ્ય શાથી જીવે છે.” એ સમજ્યો નહોતો. એ શબ્દનો અર્થ મને પરમાત્મા પ્રકાશીત કરી બતાવે ત્યાં સુધી મેં થોભવાનોજ વિચાર રાખ્યો. અને છઠે વરસે બે સાથેજ જન્મેલી છોકરીઓને લઇ એક સ્ત્રી દુકાનમાં આવી. મેં તેમને ઓળખ્યાં હતાં અને તે બચ્ચાંઓ કેવી રીતે જીવી શક્યાં તે પણ મેં જાણ્યુ હતું. હું જ્યારે તે છોકરાની માના પ્રાણ લેવા ગયો હતો ત્યારે તેણી આજીજીથી કહેતી હતી કે ‘માબાપ સિવાય આ બચ્ચાંઓ કેવી રીતે જીવી શકે ?’ અને હું પણ એમ માનતો હતો કે માબાપ સિવાય તરતનાં જન્મેલાં બચ્ચાં જીવી શકશે નહીં અને છતાં પણ એક તદ્દન અજાણી સ્ત્રીએ તે છોકરાંઓનો સારવાર કરી ઉછેર્યાં, અને તે સ્ત્રી છોકરીઓના દુર્દૈવ માટે વિલાપ કરી કહેતી હતી કે તે બાળકો તેના નથી. છતાં તે બચ્ચાઓ, પ્રત્યે તેનો અનહદ પ્યાર અને માયા મેં