પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
જીવન દોરી

અજાણી સ્ત્રીએ તેમના પર પ્યાર રાખી અત્યંત સ્નેહથી ઉછેર્યાં. આ ઉપરથી આપણે જોઇ શકીએ છીએ કે મનુષ્ય માત્ર ફક્ત પોતાની જ સંભાળથી જીવી શકતા નથી, પરંતુ જે સ્વાભાવિક પ્યાર એકબીજાનાં અંતઃકરણમાં વસી રહેલો છે, તેથી જ જીવી શકે છે. પ્રથમ હું જાણતો હતો કે પરમાત્માએ દરેક મનુષ્યને જીંદગી અર્પણ કરી છે અને તેની જ ઇચ્છાથી જીવે છે, હવે હું એક બીજી વાત પણ સમજ્યો છું કે મનુષ્ય સ્વાર્થ સારૂં જ ન જીવે એમ ઈશ્વરે ઇચ્છ્યું, અને તેટલા માટે દરેક મનુષ્યને પાતાની જાતને માટે શાની જરૂર છે તે પ્રસિધ્ધ ન કર્યું, મનુષ્યો એમ સમજેલા દેખાય છે કે તેઓ દરેક પોત પોતાની સંભાળ રાખવાથી જ જીવે છે. પરંતુ સત્ય રીતે જોઇએ તો ખબર પડશે કે દરેક મનુષ્ય એક બીજાના પ્રત્યે પ્રેમ વૃત્તિ રાખવાથી જ તે એકત્ર રહેવાથી જીવી શકે છે. જે મનુષ્ય બધી સ્થિતિમાં પ્રેમનો કાયદો પાળી તે મુજબ વર્તન રાખે છે તે મનુષ્યમાં ઇશ્વરનો નિવાસ છે. કારણ કે ઇશ્વર એજ પ્યાર છે.

દેવદુત આટલું બોલી ઇશ્વરના ગુણોની સ્તુતિ કરવા લાગ્યો અને તેના અવાજથી નથુનું ઘર ગાજી રહ્યું. એટલામાં એકાએક નથુના ઘરના છાપરાના બે વિભાગ થઇ ગયા અને ઘરની અંદર દેવદુત ઉભો હતો તે જગ્યા એકદમ ફાટી અને તેમાંથી અગ્નિની જ્વાળા નીકળી આકાશમાં જવા લાગી. નથુ, તેની સ્ત્રી, અને છોકરાંઓએ તે આ બનાવથી બેભાન થઈ જમીન પર પડી ગયાં, દેવદુતના ખભા ઉપર બે પાખો નીકળી આવી, તેનુ શરીર અત્યંત પ્રકાશમાન દેખાવા લાગ્યું અને તે ઉભો હતો તે જગ્યાએથી એકદમ ઉંચે ઉડી ગયો. નથુ થોડી વારે ઉઠીને જુએ છે તો જમીન હતી તેવી સરખી થઈ ગઈ હતી અને ઘરનું છાપરૂં પણ સરખું થઇ ગયું હતું. તેણે દેવદુતને પણ ઘરમાં ન જોયો. તેણે પોતાની સ્ત્રીને જાગ્રત કરી અને દેવદુત ત્યાં ન હોવાનું જણાવ્યું, તે જાણી બંને અત્યંત દીલગીર થયાં. દેવદુતના આવ્યા પછી નથુની સ્થિતિ ઘણી જ સારી થઈ હતી. તેણે