પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
માહાત્માજીની વાતો.


પ્રકરણ ૨ જું


તે ગામડાંની નજીકમાં આસરે ૩૦૦ એકર જેટલી જમીન એક શેઠીયાના તાબામાં હતી. તે શેઠીઓ આસપાસના ખેડુઓ સાથે સારી રીતે રહેતો હતો. પણ તેણે એક નવો કારકુન રાખેલો તે બધા પાડોશીઓને બહુ સતાવવા લાગ્યો, કોઈનાં ઢોર છુટી તેની જમીનમાં આવે તો દંડ કરાવતો, પ્રેમો પટેલ બહુ સંભારીને રહેતો છતાં તે તેના સપાટામાં આવી જતો. આથી તે બહુ કંટાળી ગયો હતો. તેવામાં તેને ખબર મળ્યા કે પેલા ૩૦૦ એકર વેચવામાં આવનાર છે. અને કોઇ જમીનદાર તેને ખરીદી લેવા માગે છે. આથી ખેડુઓ બધા ચિંતામાં પડ્યાં, તેઓ વિચારવા લાગ્યા કે: “આ તા ઉલામાંથી ચુલામાં પડ્યા જેવું થશે, પેલો જમીનદાર આપણાં લાહી ચુસી જશે, આપણાથી બીજે ક્યાંય ચાલ્યું જવાશે નહિ.”

આથી ગામના બધા ખેડૂતો મળી શેઠીયા પાસે ગયા, અને તેને વિનંતી કરી કે તે જમીનદારને પેલી જમીન વેચવાને બદલે તેઓનેજ વેચે, તે વધારે કિમ્મત આપવા તૈયાર થયા, શેઠીયાએ તે વાતની હા કહી. પછી ખેડુઓ બધા સાથે મળીને તે જમીન ખરીદી લેવાનો વિચાર કરવા એકઠા થયા, ઘણીએ મસલત કરી, પણ પેલો બાબરો તેઓને વઢાડી પાડતો, એટલે તેઓ કંઇ નિવેડાપર આવી શક્યા નહિ. આખરે એવું નક્કી થયું કે સહુ પોતપોતાને માટે ગમે તેટલી જમીન ખરીદે. આ વાત પણ શેઠીયાએ કબુલ રાખી. પ્રેમા પટેલે સાંભળ્યું કે તેના એક પાડોશીએ ૬૦ એકર જમીન ખરીદી લીધી છે, અને શેઠીયાએ અર્ધોઅર્ધ પૈસા બે વરસ સુધીમાં ભરી દેવાનાં કાંધા પણ તેને કરી દીધાં છે. પ્રેમા પટેલના મનમાં થયું કે આ તો બધા જમીન ખરીદી લેશે અને હું મરી જઇશ. આથી તેણે પટલાણીને વાત કરી: “આ બધા જમીન ખરીદવા માંડ્યા છે. આપણે પણ ત્રીશેક એકર ખરીદીએ. એ વિના છુટકો નથી. કોઈ જમીનદારને