પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
પ્રેમા પટેલની વાત.

પનારે પડ્યા તો દંડ ભરીને ડુચો નીકળી જશે. “બન્નેએ જમીન લેવી એવો ઠરાવ કર્યો. સોએક રૂપિયા તેઓએ સંઘરી રાખ્યા હતા. બાકી વાછડો વેચ્યો, કંઇક દાણો વેચ્યો, છોકરાને નોકરીએ રખાવ્યો. અને એમ કરીને થોડાક વધુ રૂપિયા ભેળા કર્યા. આમ જમીનની અરધી કિંમ્મત તો ભેગી કરી. પછી પ્રેમા પટેલે સારી, થોડી ઝાડીવાળી, પચાસેક એકર જેટલી જમીન પસંદ કરી, અને શેઠીયા પાસે સોદો કરવા ગયો. શેઠીયાએ અર્ધા પૈસા લઇ ખત બનાવ્યાં, અને બાકીના પૈસાના કાંધા કરી એ વરસે પુરા કરવાની શરત કરી આપી.

પ્રેમા પટેલ હવે પોતીકી જમીન ઉપર રહેવા લાગ્યા. બીયાં ઉછીના લઈ નવી જમીનમાં વાવેતર કર્યું, અને મજાનો પાક ઉતાર્યો. એકજ વરસમાં તેણે દેણું બધું ખલાસ કર્યું, અને પોતે જમીનદાર થઇ બેઠો. ઢોરાંને પણ પેાતાની જમીનમાં ચરાવવા લાગ્યો. ઘાસ વધતું તેની ગંજી ખડકવા લાગ્યો. બળતણુ પણ બીજે ક્યાંયથી લાવવાનું ન રહ્યું. પોતાનું ખેતર, પોતાની વાડી, એ બધું જોઇને પટેલનાં કાળજા ટાઢાં થયાં. જમીન તેના હાથમાં આવ્યા પછી તેનો રંગ ઓર થઈ ગયો.


પ્રકરણ ૩ જું.


પ્રેમા પટેલ હવે સુખે રહેવા લાગ્યા, માત્ર જો આડોસી પાડોશીઓનાં ઢોરઢાંકર જમીનમાં દાખલ થઇ પજવતાં નહોત તો તેના જેવો સુખીયો કોઇ નહોતો. તેણે બધાને બહુએ ચેતવણી આપી; પણ તેની કનડગત અટકી નહીં, કોઇ દહાડો કોઈની ગાય તો કોઇ દી કોઇનુ ઘોડું જમીનમાં દાખલ થઇ જાય. અને ઘઉં વગેરેનો કચરઘાણ વાળી નાખે. પ્રેમા પટેલે બહુએ વાર તેના પાડોશીઓને ચેતવણી આપી જવા દીધા, પણ અંતે તે કાયર થયો. તેથી કોરટે ચડવાનું