પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
માહાત્માજીની વાતો.

તેણે ધાર્યું. તે જાણતો હતો કે કોઇ જાણી જોઇને ઢોરને છોડી મુકતું નથી; છતાં તેણે વિચાર કર્યો કે, “આવું હરરોજ કેમ પાલવે ? એમને એમ ચલાવવા દઉં તો મારો બધો પાક ખલાસ થાય, માટે તેમને શીખ દીધા વિના ચાલે તેમ નથી.”

આથી તેણે હવે દરવેળા કોરટે ચડવાનું શરૂ કર્યું. ઘણાએ ખેડુઓના એક વખત, બે વખત અને પછી તો ઘણીએવાર દંડ કરાવ્યા. આખરે ખેડૂઓ બધા ચીડાયા અને પ્રેમા પટેલને ધરાહાર હરકત કરવા લાગ્યા. એક રાત્રે કોઈ એકે તેની જમીનમાં આવી બધાએ બાવળનાં ઝાડ પાડી નાંખ્યાં અને તેની છાલ લઈને ચાલતો થયો. પ્રેમા પટેલે સવારે ઉઠી ફરતાં ફરતાં જોયું તો એક બાવળનું ઝાડ રહ્યું નથી, તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં, તે મનમાં બબડ્યો કે “જો હું આ ચોરને જાણું તો પછી તેના પુરા હાલ કરૂં.”

પટેલ વિચારવા લાગ્યા કે “આતે કોણ હશે !” આખરે તેને સુઝી આવ્યું કે તે કામ પેલા જસા પટેલનાંજ છે. તે જસાના વાડા આગળ ગયો, આમ તેમ ડોકીયું કર્યું, પણ છાલ ક્યાંય નજરે ચડી નહીં; છતાંએ લેવા દેવા વિના જસા સાથે વઢી પડ્યો, જસાએ જ આ કામ કર્યું એવી તેને વધુ ખાતરી થઇ, અને તેથી ફરીયાદ માંડી. કોરટે ખુબ તપાસ કરી પણ પુરાવો નહીં મળતાં તેને છોડી મુક્યો. પ્રેમો પટેલ તો ગુસ્સાથી બેબાકળો બની ગયો, અને પોલીસ પટેલ, ન્યાયાધીશ બધાની સાથે તકરાર કરી પડ્યો. તે ધમકાવવા લાગ્યો કે “તમે બધા ચોરની રક્ષા કરો છો, જો પ્રમાણીકપણે રહેતા હો તો તેને જતો કરોજ નહીં ” આમ પ્રેમા પટેલ તેના આડોશી પાડોશી, અમલદારો એ બધાની સાથે કજીઓ કરી બેઠો. પાડોશીઓ તો એટલા ચીડાયા કે તેનું ઘર તથા વાડો વગેરે બાળી નાંખવાની ધમકી દોવ લાગ્યા, નવી જમીન ખરીદવાથી પ્રેમાને જમીનમાં તો ઘણોએ મારગ ઠ્યો, પણ તેને માટે દુનિયામાં ક્યાંય મારગ ન રહ્યો.

આમ ચાલતું હતું તેવામાં એવી વાત ફેલાણી કે માણસો બધા