પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
પ્રેમા પટેલની વાત.


નવી જગ્યા ઉપર રહેવા જાય છે. પ્રેમાએ આ વાત સાંભળી તેણે વિચાર્યું કે “આપણે તો આ જમીન છોડવી નહીં. આસપાસના લોકો જો અહીંથી નીકળે તો પીડા ઓછી થાય, હું તેઓની જમીન ખરીદી લઉં, અને પછી સુખે રહુ.”

એક દિવસ પ્રેમા પટેલ ઘેર હતા ત્યાં કોઇ એક મેમાન ચડી આવ્યો. તેની તેણે પરોણાગત કરી અને રાત રહેવા આગ્રહ કર્યો. રાત્રે બંને વાતો કરવા બેઠા. ક્યાં રહેવું, ક્યાંથી આવો છો વગેરે સવાલો પ્રેમાએ પુછ્યા. વાતમાં ને વાતમાં તે મુસાફરે કહ્યું કે હું દક્ષિણમાંથી આવું છું. તે વજુ વસતુંજ જાય છે. ત્યાં જમીન બહુજ સોંઘી મળે છે. અને એટલી તો રસાળ છે કે જો અજાણતાં દાણો જમીન ઉપર પડ્યો હોય તો તે પણ ઉગી નીકળે છે અને એક એક ડુંડામાંથી ખોબા જેટલું અનાજ નીકળે છે. ત્યાં હમણાં એક સાવ નિર્ધન ખેડૂત આવ્યો હતો તેણે એક વરસ ખરેખર મહેનત કરી તેમાં તો તે થોડી જમીન અને કેટલાંક ઢોરાં પણ ખરીદી શક્યો.

પટેલ આ સાંભળી ખુશખુશ થઇ ગયા, અને વિચારવા લાગ્યા કે: “જો સોંઘી જમીન મળતી હોય તો આપણે આવી ખીચોખીંચ વસ્તીમાં શા માટે રહેવું હું મારા ઘરબાર વેચી નાંખીશ, અને ત્યાં જઇને નવા ઘરબાર બનાવીશ. અહીં રોજ વસ્તી વધતી જાય છે, અને તેથી મારે દિવસે દિવસે વધારે મુશ્કેલી વેઠવી પડશે. માટે ચાલ પહેલાં તો તે જગ્યા જોઇ આવું.’

હવ જ્યારે મહા મહિના આવ્યો ત્યારે તે નવી જમીન જોવાને ચાલી નીકળ્યો. થોડેક સુધી ગાડે, થોડેક સુધી પગે એમ મુસાફરી કરતાં કરતાં દોઢસોક ગાઉ કાપ્યા ત્યારે પેલા મેમાને કહેલી જગ્યાએ તે પહોંચ્યો.

અહીં આવી તેણે જોયું તો જેવુ વર્ણન સાંભળ્યું હતું તેવુંજ બધું દેખાયું, ખેડુત આનંદથી રહેતા હતા. દરેકને ત્રીસ ત્રીસ એકર જેટલી જમીન આપવામાં આવી હતી. જે કોઈ નવું રહેવા આવતું