પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
માહાત્માજીની વાતો.

તેને લોકો બહુ આવકાર આપતા. ત્રીસ એકર કરતાં વધુ જમીન જો કોઇ માણસ લેવા ધારે તો તે દોઢ રૂપિયે એકર લેખે ખરીદી શકતો.

પ્રેમાએ તમામ તપાસ કરી લીધી. તે બહુજ ખુશી થઈ ગયો. અને ઝટ ઘેર જઇ બધું આટોપી એકદમ પાછું આવવા ધાર્યું. બીજે વરસે બધું સંકેલી પેલા નવા દેશમાં જવા નીકળ્યો.


પ્રકરણ ૪ થું.


પ્રેમા પટેલ નવી જમીનપર પહોંચ્યા એટલે પહેલાં તો તેણે બધા ખેડૂતોને જમાડ્યા. ત્રીસ એકર ઉપરાંત દોઢસોક એકર બીજી જમીન ખરીદી, ઘર બાંધ્યું અને રહેવા લાગ્યા. નવાં ઢોર પણ લીધાં જમીન બહુ રસાળ હોવાથી થોડા વખતમાં તો તે પૈસાવાળો થઇ ગયો, અને સુખ ચેનમાં રહેવા લાગ્યો.

જ્યારે રહેવા આવ્યો ત્યારે તેણે ધાર્યું હતું કે અહીં વસ્તી બહુ થોડી છે તેથી આપણને ઠીક પડશે, પણ પ્રેમા પટેલના નશીબે થોડા વખત પછી ત્યાં પણ માણસો આવવા લાગ્યા.

પહેલે વરસે તેણે ઘઉં વાવ્યા અને ઘણોજ સારો પાક મળ્યો. આથી તે લોભમાં પડ્યો. વધારે જમીન હોય તો વધારે પઇસા મળે એમ વિચારી તેણે વધુ જમીન લેવા ધાર્યું; પણ જમીન મળી નહીં કેમકે બધી વેચાઈ ગઇ હતી.

જે માણસો પાતાની જમીન ખેડી શકે એમ નહોતા તે ભાડે આપતા. આવી કોઇ જમીન ભાડે લેવા પ્રેમાને વિચાર થયો. તેથી તે વેપારી પાસે ગયો, અને થોડી જમીન એક વરસ માટે લઈ આવ્યો થોડા દિવસ પછી તે વધારે જમીન પોતાને નામે લેવાય તેના વિચારમાં પડ્યો.

આમ ને આમ ત્રણ વરસ ચાલ્યાં ગયાં. દરેક વરસે તે વધુ જમીન ભાડે લેતો અને તેમાં વાવેતર કરતો. દિવસે દિવસે તેની પાસે