પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
માહાત્માજીની વાતો.

તેણે કહ્યું “ ત્યાંના માણસો ગાડર જેવા ભોળા છે, તમે જાઓ તો તમે પણ મારી માફ્ક સોંધામાં જોઇએ તેટલી જમીન મેળવી શકો, ત્યાં જમીનનો પાર જ નથી.” એમ કહી તેણે જમીન લીધેલી તેનો દસ્તાવેજ બતાવ્યો. પટેલે બધું ધ્યાન દઈને સાંભળ્યુ. તેને વિચાર થયો કે “આમ છે તો પછી મારે શા માટે ત્રમણાં ચેાગણાં નાણાં ખરચવાં અને વળી ગળે દેણું લટકાવવું !


પ્રકરણ ૫ મું.


પ્રેમા પટેલ તે વેપારી મુસાફરને ત્યાં જવાનો રસ્તો પૂછી પોતાના બાયડી છોકરાંને પોતાની માલ મતાની તપાસ રાખવા મુકી લાંબી મુસાફરીમાં નીકળી પડ્યો. શહેરમાંથી ભાતું લીધું. નજરાણાં જોગી ચીજો પણ ખરીદી લીધી. અને પેલા વેપારીએ કહ્યું હતું તેમ મજલ દરમજલ કરતાં સાત દિવસે ત્રણસોક માઇલની લાંખી મુસાફરી કરી, ધારેલી જગ્યાએ આવી પહોંચ્યો.

તે દેશના લોકો ઝુંપડાં બાંધી નદીને કાંઠે રહેતા હતા, કોઇ કંઈ ખેતી કરતું નહીં હતું. પટેલે ત્યાં જઇ જોયું તો ગાયો, ઘોડા અને બકરાનાં મોટાં ટોળાં ચરતાં હતાં. લોકોનો ખોરાક દહીં દુધ અને માંસાદિ હતો. આખો દિવસ તેઓ પોતાની વાંસળી વગાડવામાં અને તીર કામઠું લઈ શિકાર કરવામાં જ ગાળતા, તેઓ મુખ્યત્વે કરી ભીલની જાતના હતા. પરોણા ચાકરીને તેઓ મોટો ધર્મ સમજતા હતા.

જેવા પટેલ તેઓની નજરે પડ્યા તેવા તેઓ બહુ ખુશી થઈ ગયા અને તેની આસપાસ બધા વીંટળાઇ વળ્યા. બધા કુંડાળું વળી બેઠા. પહેલાં તો પટેલે પોતાની પાસેથી તેઓને ખાવા આપ્યું. સહુ ખાઈ રહ્યા પછી પોતે જે ચીજો લાવ્યો હતો તે લોકોને વહેંચી આપી. લોકો રાજી રાજી થઈ ગયા. આ લોકોની ભાષા જુદી જ હતી. તેઓમાંથી એક પટેલની ભાષા થોડી ઘણી સમજતો હતો