પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
પ્રેમા પટેલની વાત.

મુખી બોલ્યો: “ અમે જમીન માપવાની બીજી રીત જાણતા નથી, દિવસને હિસાબે વેચીએ છીએ. એક દિવસમાં તમે જેટલી જમીનની આસપાસ ફરી વળો તેટલી તમારી ”

પટેલ અચંબામાં પડી ગયા અને બોલી ઉઠ્યા કે: “આ તો ઘણું સારુ, એક દિવસમાં ઘણું ચલાય.”

મુખી હસ્યો, અને કહ્યું: “હા,તેટલી બધી જમીન તમારી થશે, પણ એક શરત છે, જ્યાંથી તમે નીકળો ત્યાંજ પાછા સુરજ આથમતા સુધીમાં ન આવી પહોંચો તો તમારા પૈસા નકામા જાય.”

પટેલે કહ્યું. “પણ હું કયે કયે ઠેકાણે જઇ આવ્યો છું એ તમે જાણી શકશો ?

મુખીએ જવાબ આપ્યો: તમે જ્યાંથી ચાલવાનું શરૂ કરશો ત્યાં અમે બેસી રહીશું. તમે ચાલતાં ચાલતાં કોદાળીથી જમીન ઉપર નિશાની કરતા જજો. પછી અમે તે નિશાનીને આધારે એક લીટી દોરી આપીશું, તમારાથી જેટલી લેવાય તેટલી લેજો પણ એટલું ધ્યાન રાખજો કે જ્યાંથી નીકળો ત્યાં સુર્યાસ્ત સુધીમાં પાછું આવતા રહેવાનું છે.”

પટેલ તો રાજીના રેડ થઇ ગયા. બીજે દિવસ સવારના વહેલા નીકળવું એમ તેણે નક્કી કર્યું. રાત પડતાં ખાઇ પીને આનંદ કરી સહુ સુવા ગયા. પટેલને સુવાની સારી સગવડ કરી આપી. સવારે વહેલા તૈયાર થવાનું કહી બધા ત્યાંથી વિદાય થયા.


પ્રકરણ ૭ મું.


પ્રેમા પટેલ પથારીમાં પડ્યા, પણ ઉંઘ કેમેય આવી નહીં. તેના મગજમાં જમીનનાજ વિચાર ઘુમ્યા કરતા હતા. તેને વિચાર આવ્યો “જેટલી જમીનની આસપાસ હું ફરી વળીશ તેટલી લઇ