પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
પ્રેમા પટેલની વાત.


પ્રકરણ ૯ મું.


પટેલને હવે થાક ઠીક ઠીક જણાવા લાગ્યો, અને ચાલવામાં જરા જરા મુશ્કેલી પડવા લાગી. પસીનાના ટીપાં બાઝી રહ્યાં હતાં. તેણે સુરજ સામું જોયું તો લાગ્યું કે જો આવી રીતે ચાલીશ તો કોઇ રીતે સુરજ આથમતાં પહેલાં પહોંચી શકાશે નહીં. તેને થાક ખાવાનું મન થયું. પણ તેની હીંમત ન ચાલી.

સૂર્યનારાયણને પણ તેની દયા ન આવી, તેણે તો પોતાનું કામ કર્યે જ રાખ્યું. સુરજને બહુ નીચે ઉતરેલ જોઈ પટેલે વિચાર કર્યો: “હું આઘે ગયો તેમાં મેં બહુ મોટી ભૂલ કરી.” તેણે જરા ચાંપીને ચાલવાની મહેનત કરી.

પસીનો એટલો બધો વળ્યો હતો કે તેની ચોરણી અને કેડિયું બન્ને ભીનાં થઈ ગયાં હતાં, અને શરીર સાથે ચોંટી ગયાં હતાં થોડેક આગળ ચાલ્યા પછી તો તેણે કોદારી સિવાય બધો સામાન પડતો મુક્યો, અને મહા મુશીબતે દોડવા માંડ્યું.

પટેલ મનમાં મનમાં બબડવા લાગ્યા: “મેં બહુ લોભ કર્યો, હવે બધું ખોઇશ.”

જમીન અને પૈસા બધું જવાની બીકથી તેનો શ્વાસ પણ ઉડી જાય છે, પસીનો બહુજ વળ્યો છે; તૃષાથી મોઢું સુકાય છે, તેને મરવાની ધાસ્તી લાગી. હૈયું ધબકવા લાગ્યું અને મતી મુંઝાવા લાગી. તેને વિચાર આવ્યો: “આટલી બધી મહેનત કરીને હવે થોડાક માટે અટકું તો લોકો મારી મશ્કરી કરશે.”

સુરજ આથમવાને બહુ થોડી વાર હતી. પટેલ વધારે જોરથી ચાલવાની મહેનત કરી. હવે તો તે તદ્દન પાસે આવી પહોંચ્યો છે; સુરજ સામું પાછું જુએ છે તે કહે છે: હવે તો એકાદ પળની વાર છે. પટેલ ટેકરીપર જુએ છે તો લોકો તેને એકદમ આવવાની નિશાની