પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
માહાત્માજીની વાતો.


તેઓ બોલ્યા “હા સાહેબ, કેમ નહીં બને.”

સેતાને પુછ્યું: “કહો તમે કેમ શરૂઆત કરશો?”

ગુલામોએ જવાબ આપ્યો: “એ તો સહેલ છે. પ્રથમ તો અમે તેને પાયમાલ કરીશું અને જ્યારે એકકેના ધરમાં સુકી રોટલીનો ટુકડો સરખો પણ નહીં હોય, એટલે તેઓ ભેગા થાય એમ યુક્તિ કરશું. કહો પછી કેમ તેઓ અરસપરસ વેર વિના રહી શકવાનાં ?”

સેતાન બોલ્યો: “શાબાશ, તમે તમારું કામ ખરેખર સમજતા જણાઓ છો. હવે જાઓ, અને તેઓના કાન બરોબર ભંભેર્યા વિના હરગીજ પાછા ન ફરશો. જો આવ્યા તો જીવતા તમારી ચામડી ઉખેડીશ.”

પછી ત્રણે ગુલામો નીકળી પડ્યા, અને કોણે ક્યાં જવું, એ વિચારવા લાગ્યા. વાત કરતાં સ્વદ વધ્યો; દરેકને સહેલામાં સહેલું કામ જોઇતું હતું. છેવટે તેઓએ ચીઠ્ઠી નાખી, અંતે જેને ભાગે જે ભાઇ આવ્યો અને તેને ભંભેરવા તે તે ગુલામ ચાલી નીકળ્યો, વળી તેઓએ એવો પણ ઠરાવ કર્યો કે જેનું કામ વહેલું ફતેહમંદ નીવડે તેણે બીજાઓની મદદે જવું. અને વખતો વખત અમુક જગ્યોએ મસલત કરવા એકઠા થવાનો પણ ઠરાવ કર્યો.

કેટલોક વખત વીત્યા પછી નીમેલ જગ્યાએ ત્રણે ગુલામો એકઠા થયા. નીમેલી જગ્યા તે સ્મશાન પાસેનો પીપળો હતો.

પેહલા ગુલામે કહ્યું: “સમશેરબહાદુરની પાસે હું તો ઠીક ફાવ્યો છું. તે એના બાપને ત્યાં આવતી કાલે જશે.”

તેના ગોઠીઆઓએ પુછ્યુ: “એ તું કેમ કરી શક્યો ?

પહેલા ગુલામે જવાબ દીધો: “સમશેરબહાદુર એટલો તો ચઢાવ્યો કે તેણે આખી દુનીયા જીતી લેવાનુ બીડુ બાદશાહ આગળ ઝડપ્યું. આ ઉપરથી બાદશાહે સમશેરહાદુરને ઉત્તરનો મુલક જીતવાનું ફરમાવ્યું. સમશેરહાદુર રણે ચઢ્યો. પહેલીજ રાત્રે તેના દારૂમાં મે ભેજ મેળળ્યો અને ઉત્તરના રાજાને તો ખુબ લડવૈઆ બનાવી