પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

આપ્યા. લશ્ક જોતાંજ સમશેરનાં લડવૈયા બીધા સમશેરે તોપ ચલાવવા હુકમ કર્યો, પણ તોપ શાની ચાલે ? દારૂમાં તો બંદાએ પુષ્કળ ભેજ નાંખેલો. સમશેરના સીપાઇ ઘેટાંની માફક નાઠા, અને ઉત્તરના રાજાએ તેની પાછળ પડી કતલ ચલાવી. સમશેરની નામોશી થઇ. તેની જાગીર બધી છીનવી લીધી છે, અને આવતી કાલે તેને તોપે ચઢાવવાનો હુકમ છે. હવે મારે એકજ દાડાનું કામ રહ્યું છે તેને હું કેદખાનામાંથી ભગાડી મૂકીશ, એટલ તે તેના બાપને ત્યાં દોડી જશે, આવતી કાલે હું છુટો થઇશ. એટલે જેને મદદ જોઇએ તે માંગજો.”

પછી બીજો ગુલામ બોલ્યો: “ધનવંતરી મારા દાવમાં ઠીક આવી ગયો છે. મારે કોઇની મદદ નહી ખપે. ધનાભાઇથી અઠવાડીઉં થોભાય તેમ લાગતું નથી. પહેલા તો મેં એવી યુક્તિ કરી કે તે ખાઇ પીને ખુબ રૂષ્ટપુષ્ટ થાય, અને લોભીઓ પણ ખુબ બને, તેનો લોભ તો એવો વધ્યો કે બધી વસ્તુ પોતાની કરી લેવાનું તેને મન થયું. અખુટ માલ પોતાની વખારમાં ભરવામાં પોતાનો પૈસો તેણે પાણી જેમ રેડ્યો છે. હજુ એ તે ભરતો જાય છે. હવે તો તેને ઉછીના પૈસા લેવા પડે છે. તેનુ કરજ એ તો તેની ઉપર સપનો ભારો થઈ પડ્યું છે. તેમાંથી છુટવાની તે આશા જ ન રાખે. એક અઠવાડીઆમાં તેને હુંડીઓ ભરવી પડશે. તેનો માલ બધો હું સોડવી મુકીશ. પછી તો તેને તેના બાપને ત્યાં ગયેજ છુટકો છે.”

હવે બન્ને જણે મુર્ખાવાળા ગુલામને પુછ્યું: “કેમ ભાઇબંધ, તારૂં કામ કેમ ચાલે છે?” ત્રીજાએ જવાબ દીધો: “મ્હારા કામનું ન પુછો. હું તો મુવો પડ્યો છું. પહેલાં તો મે મુર્ખાની છાશને એવો કાટ ચઢાવ્યો કે, પીતાંજ પેટમાં સખત દરદ થાય. પછી તેની જમીન સુકવીને પથરાં જેવી કઠણ કરી નાંખી, કે જેથી કોદાળીના ઘા કરતાં તેના હાથ પણ ખડી જાય. આટલું કર્યા પછી મારી ઉમેદ એવી હતી કે મુર્ખો ખેડી નહીં શકે પણ તેણે તો ખેડવાનું અને ચાસ પાડવાનુ છોડ્યુંજ નહીં, પેટમાં ઘણુંએ દરદ થાય, છતાં મુર્ખો હળ