પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

મુરખરાજ તેને હળની ઉપર ફેંકવા જતો હતો તેટલામાં ગુલામ બોલી ઉઠ્યો, “મને ઇજા ન કરશો. હું તમે જે કહેશો તે તમારા સારૂ કરીશ.”

મુરખરાજે પુછ્યું, “તું મારે સારૂ શું કરી શકે છે?”

ગુલામે જવાબ આપ્યો, “જે તમે કહો તે,”

મુરખરાજે માથું ખંજવાળીને કહ્યું: “મારા પેટમાં દુઃખે છે તે તું મટાડી શકે ખરો ?”

ગુલામ બોલ્યો “એ હું કરી શકું છું.”

મુરખરાજે જવાબ દીધો: “ત્યારે કર.”

ગુલામે વાંકા વળી પોતાના પંજાથી ખોતરીને ત્રણ પાંખડીવાળુ એક મુળીયું ખેંચી કાઢ્યું અતે તે મુરખરાજને આપ્યુ.

ગુલામે કહ્યું: “આ મુળીઆની એક પાંખડી જે માણસ ગળી જાય તેને ગમે તે દરદ હોય તે મટે છે.”

મુરખરાજે મુળીઆંની એક પાંખડી લીધી. તુરતજ તેનુ દરદ શાંત પડ્યું.

ગુલામે માંગ્યું: “હવે મને જવા દો. હું ધરતી માંહે સરી જઈશ અને કદી પાછો આવીશ નહીં.”

મુરખરાજ બોલ્યો “ભલે જા, ઈશ્વર સદાય તારી સાથે રહેજો.”

મુરખરાજે જેવું ઈશ્વરનું નામ લીધું કે તુરતજ જેમ પાણીમાં ફેંકેલો પથરો તળીએ જઈ બેસે તેમ ગુલામ ધરતી માંહે પેસી ગયો અને તેમાં માત્ર ખાડોજ દેખતો રહ્યો.

મુરખરાજે મુળીઆની બીજી બે પાંખડી પોતાની પાઘડીમાં ખોસી દીધી, અને પાછો હળ હાંકવા મંડી ગયો. ખેતી પુરી કરીને ઘેર ગયો. ઘોડાને છોડ્યો અને પોતે ઝુંપડીમા દાખલ થાય છે તો સમશેર બહાદુર અને તેની વહુને વાળુ કરતા જોતાં સમશેરની જાગીર ગુપ્ત થઈ હતી, અને તે મુશીબતે ભાગી છુટ્યો હતો હવે પોતાના બાપની સાથે રહેવા તે ઘોડો લાવ્યો હતો.

સમશેરે મુર્ખાને જોયો,ને બોલ્યો: “હું તારી સાથે રહેવા