પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
માહાત્માજીની વાતો.

આવ્યો છું. મને અને મારી વહુને જ્યાંસુધી મને બીજી નોકરી ન મળે ત્યાં સુધી ખવડાવીશ ને?”

મુરખો બોલ્યો: “ભલે, તમે તમારી સાથે રહેજો.”

પણ જ્યારે મુરખો પાટલીપર બેસવા ગયો, ત્યારે સમશેરની સ્ત્રીને તો તેની વાસ ન ગમી, અને તેના પતિ પાસે બોલી ઉઠી. “હું કઇ એક ગંદા ખેડુતની સાથે મારૂં વાળુ કરવાવાળી નથી.” એટલે સમશેર મુરખા તરફ્ જોઇ બોલ્યો “મારી સ્ત્રી કહે છે કે તું તો વાસ મારે છે. મને લાગે છે કે તું બહાર બેસીને જમે તો સારૂં.”

મુરખે જવાબ દીધો: “બહુ સારૂ. નહીં તો પણ મારે ઘોડાને જોગાણ દેવા બહાર જવું પડત.”

પછી મુરખો પોતાનાં કપડાં અને થોડો રોટલો લઇને બહાર ગયો.


પ્રકરણ ૪ થું.


સમશેરવાળા ગુલામે પોતાનું કામ પુરૂં કર્યું એટલે અગાઉ કરેલા ઠરાવ મુજબ મુર્ખાવાળા ગુલામને મદદ કરવા આવી પહોંચ્યો. તે ખેતર ઉપર આવ્યો અને આમતેમ ખુબ જોયું, પણ પોતાના ભાઇબંધને ન જોયો. માત્ર એક ખાડોજ જોવામાં આવ્યો.

તેણે વિચાર્યું “આમ તો ચોખ્ખું દેખાય છે કે મારા ભાઈબંધ ઉપર કંઇક આફત આવી હોવી જોઇએ. હું હવે તેની જગ્યા લઉં. મુર્ખાએ ખેતર તો પુરૂં કર્યું, હવે તે તેને વીડીમાં હંફાવવો જોઇશે.

વીડીમાં ગુલામે પાણીથી મુર્ખાની ગંજીઓ ભીની કરી મુકી અને મોટું પુર આવેલું તેથી ઉપર કાદવ પથરાઈ ગયો હતો. મુર્ખો સવાર પડતાં દાંતરડાની કોર કાઢીને ઘાસ કાપવા ચાલ્યા, તેણે શરૂ કર્યું પણ એક બે વાર દાતરડું ચલાવ્યું તેવામાં તેની ધાર વળી ગઇ,