પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

અને દાતરડુ જરાએ ચાલે નહીં. મુર્ખો તોએ મંડ્યો રહ્યો પણ જ્યારે દાતરડું ન ચાલ્યું ત્યારે મનમાં બોલી ઉઠ્યો. “આમ કંઇ વળવાનું નથી. હું ઘેર જાઉં, ધાર કાઢવાનાં હથીયાર લઇ આવું અને સાથે ટુકડો રોટલો પણ લાવું એક અઠવાડીયું જાય તોપણ શું થયું? ઘાસ તો કાપ્યેજ છુટકો છે ”

ગુલામ આ સાંભળી રહ્યો ને મનમાં બબડી ઉઠ્યો “આ મુર્ખો ચીકટ માણસ છે. મારાથી આમ તો તેને નહી પહેાંચી વળાય. હવે બીજી યુક્તિ રચવી પડશે.”

મુર્ખો પાછો ફર્યો, દાતરડાની ધાર કાઢી અને ઘાસ કાપવું શરૂ કર્યું. ગુલામ ઘાસમાં પેસી ગયો. અને દાતરડાની અણી પકડવા લાગ્યો.આથી મુર્ખાને મહેનત તો બહુજ પડી પણ જ્યાં બહુ ભેજ હતો,તે નાના ટુકડા સિવાય બધો ભાગ તેણે પુરો કર્યો. હવે ગુલામ કાદવમાં પેઠો. અને મનની સાથે નીશ્ચય કર્યો કે પોતાના પંઝા કપાય તો ભલે પણ મુર્ખાને ત્યાં તો ઘાસ કાપવા નજ દેવું.

મુર્ખો ત્યાં પહોંચ્યો, ઘાસ તો આછું હતું. તોપણ દાતરડું ચલાવતાં બહુ મહેનન પડતી હતી. આથી મુર્ખો બહુ ગુસ્સે થયો અંતે પોતાનું બધુ જોર વાપરીને દાતરડું ચલાવવા લાગ્યો. ગુલામ પાછો પડ્યો. મુર્ખાના જોર આગળ તેનું કંઇ વળ્યું નહીં એટલે તે ઝાડીમાં ભરાઇ ગયો. મુર્ખાએ દાતરડું ઉગામ્યું તો ઝાડીમાં ભરાયુ અને ગુલામની અરધી પુંછડી કપાઇ, મુર્ખાએ કાપવાનું પુરૂં કર્યું. મોંઘીએ ઘાસ એકઠું કર્યું અને મુર્ખો પોતે બાજરી લાવવા ચાલ્યો પણ અરધ પુંછડીએ ગુલામ ત્યાં પહેલો પહોંચી ગયો હતો. તેણે બાજરીને એવી હાલતમાં કરી હતી કે મુર્ખાનું દાતરડું કામમાંજ ન આવે. મુર્ખો ઘેર દોડી ગયો અને બીજું હથીયાર લાવ્યો, અને બાજરી પુરી કરી રહ્યો.

મુર્ખે વિયાર કર્યો; “હવે હું ત્રીજા ભાગ ઉપર જાઉં.”

અરધ પુછડીયાએ આ સાંભળ્યુ અને મનમાં બોલો ઉઠ્યો: