પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

સફળ થઇ. હવે તે બીજા ઝાડ તરફ ગયો, અને પછી ત્રીજા ઉપર બધામાં પુષ્કળ મહેનત પડી.

મુર્ખાની ઉમેદ તો એવી હતી કે સાંજ પડતાં પચાસેક નાનાં ઝાડ કાપી લઈશ પણ તેટલા વખતમાં તેણે તે ભાગ્યેજ છ કાપ્યાં, તે ખુબ થાક્યો હતો અને તેના પસીનાની વરાળ એટલામાં ફેલાઈ રહેલી છતાં તેણે તે કામ છોડ્યું નહીં. તે બીજું ઝાડ કાપવા ગયો પણ તેની પીઠ એટલી બધી દુઃખવા લાગી કે તે ઉભો રહી ન શક્યો. કુહાડી થડમાં ભરાવી રાખી જરા આરામ લેવા બેઠો. મુર્ખાને થાકેલો જોઇ ગુલામ મનમાં ફુલાયો અને વિચારવા લાગ્યોઃ “આખરે મુરખો થાક્યો તો ખરો. હવે તે મૂકી દેશે એટલે હું પણ જરા થાક ખાઉં.”

આમ વિચારી તે એક ડાળ ઉપર બેઠો, પણ મુર્ખો તો તેટલમા ઉભો થયો, કુહાડી ખેંચી કાઢી અને જોરથી ઉગામી ને એવા તો ઝપાટાથી મારી કે થડ તુરતજ તુટી ગયું અને જમીનપર પડ્યું, ગુલામને તો આવી આશા જરાયે નહોતી. તેના પગ ખેંચી લેવા જેટલો વખત નહોતો રહ્યો; તેની એક ડાળીમાં તેનો પગ ભરાયો. મુર્ખો ડાળીઓ કાપવા જતો હતો તેટલામાં તેણે ગુલામને જોયો અને તે આશ્ચર્ય પામીને બોલ્યો: “ઓ ! શેતાન, તું વળી પાછો આવ્યો !” ગુલામે જવાબ દીધો “હું તો બીજો છું, હું તમારા ભાઇ ધન્વંતરની સાથે હતો.”

મુર્ખો બોલ્યો: “તું ગમે તે હો, પરંતુ તારાએ એ જ હાલ થયા.” એમ કહી મુરખે કુહાડી ઉગામી અને મારવા જતો હતો તેટલામાં ગુલામ કરગરવા લાગ્યો “ મને ન મારો, અને તમે કહેશો તે હું કરીશ.”

મુખોં બોલ્યો: “તું શું કરી શકે છે ?”

ગુલામ બોલ્યો: તમો કહો તેટલા પૈસા બનાવી શકું છું.”

મુર્ખો બોલ્યો “ઠીક છે. જોઇએ, બનાવ.” એટલે ગુલામે પૈસા કેમ બનાવવા તે બતાવ્યું. તેણે કહ્યું: “પેલા ઝાડનાં પાતરાં