પૃષ્ઠ:Mahatmaji ni Vato.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
માહાત્માજીની વાતો.

નીભાવવા જેટલા પૈસા તું મને આપ. હું તને મારૂં અડધું રાજ્ય આપુ એટલે તારી દોલતનું રક્ષણ થશે.”

ધનવંતરીને આ સુચના ગમી : ભાઇઓએ પોતાની પાસે હતું તેના ભાગ પાડ્યા, હવે બંને રાજ્યવાળા બન્યા અને બંનેની પાસે પૈસો એકઠો થયો.


પ્રકરણ ૮ મું


મુરખરાજ શાંતિથી પોતાને ઘેર રહેતો હતો. પોતાનાં ઘરડાં માબાપનું ભરણપોષણ કરતો અને મુંગી બ્હેનની સાથે ખેતરના કામમાં મચ્યો રહેતો હતો. એક દહાડો તેનો કુતરો બીમાર થયો અને મરવાની અણીપર આવ્યો, મુર્ખાને દયા આવી, અને તેને રોટલીનો ટુકડો આપ્યો. આ રાટલીનો ટુકડા તેણે પાતાની ટોપીમાં ઘાલ્યો હતો. તેની ટોપીમાં પેલા ગુલામે આપેલાં મુળીયાં પણ મુર્ખો રાખતો, આમાંનું મુળીયું રોટલીના કકડાની સાથે પડી ગયું. કુતરો રોટલીની સાથે તે પણ ગળી ગયો અને તુરતજ સાજો થઇ રમવા, બસવા અને પુંછડી હલાવવા મંડી ગ્યો, મુર્ખાનાં માબાપ આ જોઈ આશ્ચર્ય પામ્યાં અને પુછ્યું : “આ કુતરાને તે કઇ રીતે સાજો કર્યો?”

મુરખે જવાબ આપ્યો: “હર કોઇ પણ દરદ મટાડવાને સારુ મારી પાસે બે મુળીયાં હતાં તેમાંથી એક આ કુતરો ગળી ગયો તેથી તે સાજો થયો છે.”

આ સમયે મુર્ખાના ગામના બાદશાહની દીકરી માંદી હતી. બાદશાહે એવો ઢંઢેરો પીટાવ્યો હતો કે જે માણસ તે બાઇને સાજી કરે તેને ઇનામ મળરો અને જો તે માણસ કુંવારો હશે તો તે છોકરી તેને પરણશે.

આ ઢંઢેરાની વાત મુર્ખાના બાપે મુર્ખાને કરી અને કહ્યું :