પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦

________________

બીજી સાધન આખા હિંદુસ્તાનમાં કરતાં મને દિવસે દિવસે વધારે લાગતું જ જાય છે કે દરેક માણસે કમાણીને માટે ખીજું સાધન રાખવુંજ જોઈએ. પછી ભલે તમે વણવાનું શીખા કે સુતારનું શીખે. જે માણસની પાસે એ સાધના નથી હોતાં તે ગુલામીની સ્થિતિમાં જ વસે છે. પછી તે વકીલ હોય તે પણ શું? એક વકીલ મારી પાસે આવેલા તેને પણ મે સલાહ આપેલી કે પાયખાનું સાફ કરી વણવાનું કરે. જો માણુસ રેટિયા, પીજ, કે શાળ લઈ બેસી જાય તે તે સહેલાઈથી દસ આના કમાય. આવા માણસ જે અતર થાય તેા તરત ઘેર જઈ ધંધા શરૂ કરી શકે. શહેરમાં વધુ સારી સગવડો કાય તે જ તમે ઘરબાર છેડી આવે. " આ બધી વસ્તુઓ માટે મજૂરમાં નથી કેળવણી કે નથી તેમને જોઈતી સગવડા,' એવું મહાત્માજીને કહેવામાં આવતાં તેમણે જણાવ્યું કેઃ સાચી કેળવણી કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહિ પણ જોઈતી હિંમત. કેળવણી એટલે આળસ છે।ડવું, મહાજને આને માટે માણસાને તૈયાર કરવા જોઈ એ. આવા દશ સ્વતંત્ર મજૂરા હશે તાપણુ ખસ થશે, તેમાંથી મહાજન વધારે ખીલશે. એમ તે છે જ નહિ કે આપણે આવાં પગલાં એકાએક લઈએ પરંતુ આપણે આ વસ્તુના વધુ વિચાર જરૂર કરીએ અને વાતાવરણ- માંથી જેટલુ હાલ લઈ શકાય એટલું લઈ લઈએ. આ દિશામાં કામ કરે જ છૂટકે [‘ મન્ત્ર સંદેશ,' તા. ૧૦-૧૦-૨૫]