પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨

અંશે કેવળ મિત્રભાવ છે, કેવળ પરમાર્થ દષ્ટિ છે તેટલે અંશે જ તે મજૂરના મિત્ર મની શકે. હવે સમય એવા આવે છે કે જ્યારે મારીને અનેક રીતે સાગઢીની જેમ વાપરવાના પ્રયત્નો થશે. આ સમય રાજ્ય પ્રકરણી વિષયમાં પડનારને વિચારવા જેવા છે. તે શું કરશે ? પાતાના સ્વાથ જોશે કે મજૂરાની ને કામની સેવા કરશે ? મજૂરને મિત્રોની જરૂર છે. મજૂરી આધાર વિના આગળ નહિ જઈ શકે. તે આધાર આપનાર માણસે કેવા છે, તે ઉપરથી મજૂરાની સ્થિતિ આંકી શકાશે. ' ‘સ્ટ્રાઈક’ પાડવી, કામ બંધ કરવું, હડતાલ પાડવી એ ચમત્કારી વસ્તુ છે; પણ તેના દુરુપયેાગ કરવા તે નિ નથી. મજૂરાએ મજબૂત યુનિયન-સધ આંધવા જોઈએ ને સધની પરવાનગી વિના હડતાલન જ પડાય. હડતાલ પાડ્યા પહેલાં માલિકોની સાથે મસલત પણ કરવી જોઈએ. જે માલિકો પચ નીમે તે પંચનું તત્ત્વ દાખલ કરવું જોઇએ, ને પંચ નીમાય તે તેના ઠરાવ માલિક મજૂર ખંનેએ ગમે તેવો લાગે છતાં કબૂલ કરવો જોઈ એ. નવજીવન ” ના વાંચનાર! તમે જે મજૂરની સ્થિતિ કેળવવામાં રસ લેતા હા, તમે મજૂરના મિત્ર અનવા માગતા હા, તે તમે ઉપલા વિચારામાંથી જોઈ શકશે। કે તમારી પાસે એક જ ધારી માગ છે; બન્ને પક્ષ વચ્ચે કૌટુંબિક ભાવના પેદા કરી મજૂરાને ચઢાવવા, તેમ કરવા સારુ સત્યાચરણ જેવા બીજો ચાખા રસ્તા નથી. મારને વધારે પગાર મળે તેથી તમે સંતોષ નહિ પામેા. માર તે કયે સાધને