પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મહાજન સ્થાપવાનું મોટામાં મોટું કારણ અને કામ તમને પોતાને તમારી ખરી હાલતનું ભાન કરાવવાનું છે, અને તે હાલતમાં સુધારા કરવાના રસ્તા બતાવવા- નું છે. તમારામાં સચ્ચાઈ હેાય, તમે શરાબ, દારૂ ન પીતા હા, તમે બધા સાફ દિલ થઈ રહેતા હા, એક બીજા સાથે વઢવાડ ન કરતા હા, તમે વ્યભિચાર ન કરતા હા, તમે જુગાર ન ખેલતા હૈા તા એની અસર મિલમાલિકા ઉપર પડે એ દેખીતું જ છે; તેમ જ બીજા ઉપર પણ પડ્યા વગર ન રહે. દાથેા કાઢી નાખે હુમણાંજ તમે સાંભળી ગયા કે તમને વેપારીઓ પાસેથી ૨૦૦ કે ૪૦૦ ટકા વ્યાજ આપીને પૈસા ઉધાર લેવાની ગરજ પડે છે. વિચારના સવાલ એ છે કે તમને આટલે પગાર મળતા છતાં પણ તમારે કરજ કેમ કરવું પડે તમારાથી ઓછા પગાર મેળવનારા જેમ તેમ કરીને સુખેદુઃખે પેટ ભરે છે, ત્યારે તમે વધારે પગાર મેળવતા છતાં કરજ કરતા જોવામાં આવા છે. એમ કેમ હશે ? એનેા જવાબ હું નિહ આપી શકું, તમે જ આપી શકે. મને તમારા જીવનને અનુભવ છે. એટલે હું પણ આપી શકું. તમે કેમ કરજદાર અને છે તે હું જાણું છું, પણ તે મારે જણાવવાની જરૂર નથી. એ તમારું કામ છે. તમારાં ઘર તમે સાફ કરી, તમારા દોષા કાઢી નાખેા. ફરિયાદના નિકાલ કેમ થાય? રિપોર્ટમાં ફરિયાદ કરેલી છે કે જે જે સુધારા કરવાનું મિલમાલિકાએ કબૂલ કર્યું હતું, તે સુધારા નથી થયા. જેલમાં હતા તેના પહેલાં પાણી, આંડવા, પાયખાનાં, વિના