પૃષ્ઠ:Majurone Margadrshan By Gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થયેલા ઠરાવા મુજબ હજુ સુધી સગવડો નથી થઈ શકી, તેથી તમારી સાથે હું પણ ફરિયાદ નોંધાવવા ઇચ્છું છું. તમારી સાથે મને પણ દુઃખ થાય છે પણ એનું કારણ તમે જ છે, તમારા માં જેટલી શક્તિ હોય, તેટલા પ્રમાણમાં જ મહાજન અધિકારી ફરિયાદને બળ આપી શકે, એવાદુનિ- યાને કાયદા છે. દરેક ઠેકાણે મનુષ્ય સ્વભાવ એવે જ છે. તેથી તમે સુધારા કરી શક્તિ મેળવો. મિલમાલિકાના દોષો કાઢી, ગાળા આપીને, ડરાવીને સુધારા ન કરાવી શકે, તમારા પગાર આછે .. તમે ઇચ્છા છે કે તમે વધારે પગાર લે. હું પણ ઇચ્છું છું કે તમારા પગાર એથી પણ વધે. તમારા જ એક પ્રતિનિધિએ કહ્યું કે અત્યારે માલિકીની શક્તિની અહારની વાત છે. વેપાર ચક્ર થઈ ગયા છે. આવા વખતમાં કેટલીક મિલે નલી શકે નહિ તે શક વગરની વાત છે. એ આમતમાં સરકાર સાથે મિલેાને ઝગડા કરવાના રહ્યો. ઉદ્યોગ પ્રત્યે વફાદારી તમે મિલામાં કેવળ મજૂર નથી. તમે મિલેાની હસ્તીને સારુ જવાબદાર છે. જ્યારે માલિકે ઉપર ભીડ આવી પડે, જ્યારે માલિકોને નફા આ રહે, અને વેપાર ઘણી મુશ્કેલીથી ચલાવી શકે ત્યારે તમારા ધમ છે કે વધારે પગારની તમે આશા ન રાખો. હું એવો પણ સમય કલ્પી શકું છું કે વફાદાર નાકર પેાતાના માલિકની વગર પૈસે સેવા કરે અને કહે કે તમારે મુંઝાવાની જરૂર નથી. જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાંસુધી મિલને અંધ નહિ થવા દઈએ અને પગાર વગર કામ કરીશું.