પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘મારાં સ્વજનો’
૮૩
 

ભાંડે તેમાં તારું શું ગયું ? છો ભાંડતો. ને તું તો માથે ગુનો લઈને ભમી રહ્યો છે ! તું ક્યાં મારી પાસે રજૂ થયો છે ! જા, જા, ગાંડિયા ! એવું કંઈ કરવાનું નથી.”

પછી મહારાજ વડદલે ...ભાઈ પાસે ગયા ને કહ્યું :

“...ભઈ! *[૧] એક જ વાત કહેવા આવ્યો છું : એકાંતે તું મને ભાંડવી હોય એટલી ગાળો ભાંડી લે; હું એક શબ્દ પણ નહીં બોલું, પણ ભલો થઈને તું મને બહાર ગાળો ન દેતો. આ પાટણવાડિયા ઉશ્કેરાય છે, ને વખતે તને ઈજા કરી બેસશે.”


  1. *આ ...ભાઈ અત્યારે હયાત નથી.