પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૧
‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’


બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે 'પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો. તે 'હૈડીઆ વેરો' નામે જાણેતો છે. આ અન્યાયી વેરા સામે 'ના–કર'ની લડત ઊપડી. મહીંકાંઠો મહારાજ સંભાળતા હતા; રતીભાર પણ ઘરવખ્રી અગર એક પણ ઢોર જપ્તીમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતા.

એક દિવસ કાળુ ગામમાં એક ગરાસિયા ભાઈ મળ્યા. તેના કાનમાં એક સોનાની વાળી હતી. આ વાળી મહારાજે દેખી, અને બારૈયાને ટપાર્યો : "કાં, હેમતા ઠાકોર ! આ વાળી કાનમાં રાખીને કેમ ફરો છે ? જપ્તીવાળા જોશે તો ઊંચકાવી લેશે."

"મૂઉં, મહારાજ !" હેમતાભાઈ ગરાસિયાએ મોં મલકાવીને લજ્જતથી જવાબ વાળ્યો : "ક્યાં પરસેવો ઉતાર્યો હતો !"

"કેમ ? ત્યારે વાળી ક્યાંથી આવી પડી ? આકાશમાંથી વરસી !"

જવાબમાં ગરાસિયાની જીભ પાણીના રેલા પેઠે ચાલી. ધારિયાનો ટેકો લઈને અને માથા પરનું બોથાલું ફાળિયું જરાક ઠીક કરતે કરતે એણે વાત ચલાવી :

૯૬