પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’
૯૭
 


તો એમ બનેલું, મહારાજ, કે એક દહાડો રાતે હું... ને ઘેર જઈ ચડ્યો. [એણે એક નામચીન મોટા માણસનું ને કાંઠાના એક ગામનું નામ લીધું.] ત્યાં એ નવી મેડીઓ ચણાવતા હતા. ચણતરકામ બંધ પડેલું જોઈને મેં પૂછ્યું : "કેમ બંગલો અધૂરો છે, ...સાહેબ ?"

એ કહે કે, : હેમતા, તમે ઠીક ટાણાસર આવ્યા. બંગલો અધૂરો છે એ પૂરો કરવાનો છે; પણ નાણાં નથી. કહો હમણાં ક્યાંય ગયા છો કે નહિ ?"

મેં કહ્યું કે , " ના સાહેબ ! હમણાં તો હું એ કામે નથી જતો."

એટલે અવાજને લગાર તપાવીને એ કહે કે, "જવું પડશે. મારું મકાન અધુરું છે—જોતો નથી ?"

હું વિચારમાં પડી ગયો. એટલામાં તો અમે બેઠા હતા ત્યાં અંદરનું બારણું ઊઘડ્યું. અને એમાંથી એક ઘૈડિયો જણ નેંકર્યો. મેં એને ઓળખ્યો : એ નજીકના ગામનો બામણો હતો. બહાર આવીને મને કહે છે કે, "ક્ષત્રિ છો ને?" મેં કહ્યું કે, "છીએ સ્તો !" કહેતે કહેતે, મહારાજ, મને પણ શરીરમાં કોંટો આવી ગયો ! બામણ કહે કે, "ક્ષત્રિ હો તો પછી આવા મોળા જવાબ કેમ દો છો ? હીંડો."

મેં કહ્યું કે, "હોવે, હીંડો." મને તો રાતે ત્યાં જમાડ્યો. તે પછી અંધારું ઘાટું થયું ત્યાર વેળાએ એ બંગલાવાળા ...સાહેબ અને એ બુઢ્ઢો બામણ મને મહી પર લઈ ગયા. એક હોડી ત્યાં ઊભી હતી, એમાં અમે ત્રણ બેઠા, પાર પહોંચીને.... સાહેબે મને તથા બામણને ઉતાર્યા. બામણ મને ગામમાં લઈ ગયો. એક લુવાણાનું ઘર આવ્યું. ઘર બંધ હતું, ને ચોમેર અંધારું હતું. ઘરની બહાર એક પથારી પાથરેલ ખાટલો ઢાળ્યો હતો; પણ પથારીમાં કોઈ સૂતું નહોતું : લુહાણો માઠી ચલગતનો હતો, એટલે કંઈ બહાર ગયેલો. બામણે મને છેટેથી ખાટલો બતાવી કહ્યું : જાઓ ઠાકોર. એને ઓસીકે ચાવી છે તે લઈને ઘર ઊઘાડજો. ઘરની અંદર બારણાની ડાબી ગમ એક તાકું છે, તે ખોલજો; ને અંદર જે કંઈ હોય તે લઈ લેજો. એ તાકાની ઉપર એક મજૂસ છે; તેમાંથી