પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૨
‘રોટલો તૈયાર રાખજે !’

જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો(સરકારી પસાયતો) હતો.

મૂઉં! બૈરી બીજા સાથે પ્રેમ કરીને જ પડી રહી હોત તો મોતીને ઓછું લાગત, પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી.

એ બીજું ઘર જોશીકૂવા ગામના બીજા કોઈ પામાં હોત તો નજરથી દીસતી વાત બનત; મોતી બારૈયો વેઠી લેત. પણ એ રાવણિયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં-અરે, મોતીના ઘરની સામે જ આવેલું હતું. સામે આવેલા ઘરમાં બેઠાં બેઠાં બંને જણા પ્રેમ કર્યા કરત, તોયે મોતી બારૈયો મન વાળીને રહેત. પણ વાત ઘણી આગળ વધી ગઈ. બૈરીસૂના ઘરમાંથી સીધો ખેતરે જનાર અને ખેતરેથી સીધો ઘેર આવી, હાથે રોટલો શેકી ખાઈ રહેનાર મોતી એ રાવણિયાથી સહેવાયો નહિ. સરકારનો સત્તાધારી હતો ખરોને, એટલે રાવણિયો મોતીને રોજરોજ ધમકાવતો.

રાવણિયાને ધમકીને પણ મોતી જીરવી લેત, પણ રાવણિયો ધમકાવતો તેમાં બૈરી પણ સાથ પૂરાવતી, એથી મોતીનો જીવ કોચવાતો હતો. ઓછામાં પૂરું એ થયું કે રાવણિયે મોતી બરૈયાને સરકારી

૯૯