પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘રોટલો તૈયાર રાખજે !’
૧૦૧
 


મોતી ઊઠ્યો, ભાલું લીધું; વહુને કહ્યું કે, "તું રોટલો ઘડીને મૂળા ને રોટલો તૈયાર રાખજે; હું આવું છું."

"હો, જાઓ, વે'લા આવજો."

ભાલો લઈને ભૂખ્યો મોતી દોડતો ગામ બહાર ભાગોળ વટાવી જેવો ભેંસો પાછળ પડી રહ્યો છે, તે જ વખતે સામેથી બે જણ એ ગામની સીમ બાજુથી આવતાં હતાં. દોડતો મોતી એમને ઓળખવા નવરો નહોતો; મળવા તો બિલકુલ ઉત્સુક નહોતો. એ તો ભેંસોના ધ્યાનમાં જ દોટો કાઢતો હતો હતો, પણ એણે સામે આવતાં બે પૈકી એક જણના મોંમાંથી ગાળો પર ગાળો સાંભળી. ગાળો પણ જેવી તેવી નહોતી: ગલીચમાં ગલીચ ગાળો હતી.

કાળા ક્ષુધાગ્નિને ન ગણકારનારા મોતીના પગ આ ગાળો સાંભળી ધીમા પડ્યા. ગાળો દેનાર સરકારી સત્તાધીશ પેલો મોતીની વહુનો રાવણિયો હતો; દારૂના કેફમાં ચકચૂર હતો.

ભૂખની આગમાં વૈરનું ઘી હોમાયું અને મોતીએ આજ દિન સુધી સાચવેલી સમતા તૂટી પડી. એકસપાટે ધસી જઈને મોતીએ રાવણિયાની છાતીમાં ભાલો ભોંકી દીધો.

પટકાઈ પડેલા રાવણિયાના દેહ ઉપર મોતી ઘડી વાર ઊભો રહ્યો; વિચારે ચડ્યો : 'ભારી થઈ! રોટલો ખાધો નહિ. વહુ વાટ જોતી હશે. મૂળા કેવા મીઠા જોઈને લાવ્યો હતો. એ પણ પડ્યા રહ્યા! ને આ વોરો તો વેરી થઈ ક્યાંથી અત્યારે આવી પડ્યો! મને શી ખબર કે આ રાવણિયો સામો આવતો હશે! મૂઓ દારૂ તે ક્યાં જઈને પી આવ્યો હશે! ન પીધો હોત તોયે ગાળો તો દેત જ; પણ મને ભાલા સાથે દેખીને કંઈક હદમાં તો રહેત ને! અરે, છેવટે કંઈ નહિ તો નાસી છૂટત! આ તો બૂરી થઈ.'

બસ! એને માટે અન્ય માર્ગ નહોતો: એ નાસી ગયો.

ઘેર ચૂલામાં બરાબર બળતું થયું હતું. બૈરીએ પહેલો રોટલો ઘડીને કલ્યાઢામાં નાખ્યો પણ હતો; બીજાનો લોટ હજુ મસળતી હતી, તે ક્ષણે