પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબરિયાનો બાપ
૧૦૫
 


“સારું કર્યું, મહીજી !”

બૈરી કહે : "હવે તમારા ચેલાને કંઈક આલો, મહારાજ !”

“શું આલું ?”

“કંઈક શબદ આલો .”

મહારાજને થોડી વારે સમજાયું: આ લોકો મને કોઈક ચમત્કારી પુરૂષ માને છે. કંઈક સિદ્ધિમંત્રની આશા કરતાં જણાય છે ! “પણ હું શું આપું ! મારી કને શી સિદ્ધિ ને શા મંત્ર બળ્યાં છે !”

“ના મહારાજ !” મહીજીની બૈરીએ હઠ પકડીઃ "આલો ને આલો. તમે તો પરતાપી પુરુષ છોઃ જે ધારો તે આલી શકો.”

છેવટે મહારાજે પોતાની પાસે એક માળા હતી તે ઉતારીને આપી કહ્યું: "લે આઃ મારા ગુરુજીની આપેલ છે .એ તું નાહી-ધોઈ, ઘીનો દીવો કરી ફેરવજે અને રામ-નામ લેજે. એ પતિતપાવન છે.”

એ પછી દોઢ-બે વર્ષે જ્યારે મહારાજ પાછા સાંપરે આવ્યા ત્યારે મહીજીને ઘેર ઊતર્યા. મહીજીની બૈરીની કપડાં-લત્તાની ભભક અને મોં પરની ચમક વધી હતી, એણે પરસાળમાં ખાટલો ઢાળી આપ્યો બેઠેલા મહારાજને કહ્યું કે, બાબરિયાના બાપા હમણાં જ આવે છે.”

પરસાળમાં બેઠા બેઠા ઘરના બારણાની આરપાર મહારાજની દ્રષ્ટિ ઘરના વાડામાં પડતી હતી. ત્યાં એમને વાડાની પાછલી વાડ પર બૈરીઓનાં લૂગડાં દેખાયાં; મોંતો દેખી શકાતાં નહોતાં. ને મહીજી વાડા પાસે જઈ કંઈક પોટલી જેવું લેતો ને થોડી વારે એ પોટલી જેવું પાછું દેતો હોય તેવો ભાસ થયો. આશ્ચર્ય થયું! મહીજી આટલી બધી વાર ત્યાં શું કરતો હશે તે આવતો જ નથી!.

ઝાઝી વારે મહીજી આવ્યો આનંદમાં જણાયો . પછી મહારાજ નાહવા માટે પાછલા વાડામાં ગયા ત્યાં તેમણે પારાવાર માખીઓ બણબણતી જોઈ અને એક ખૂણામાં ગંધાતી મિઠાઈના લાડવા દીઠા. નાહીને પાછા આવી બેઠા પછી મહીજીએ નિરાંતે બેઠા બેઠા વાત કરીઃ "હવે તો, બાપજી, તમારે પરતાપે લીલાલહેર છે. કૂતરાનો ધંધો કરવો