પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
માણસાઈના દીવા
 

પડતો નથી. તમે આપેલી માળા ફળી છે.”

“એવું શું છે ?”

“હવે તો વેપાર કરું છું .”

“શાનો ?”

“લાડવાનો. બધું સારું ચાલે છે, બાપજી ! રોજના રૂપિયા બે જેટલું પડી રહે છે. તમારે પરતાપે લે'ર છે.”

“લાડવાનો વેપાર ! લાડવા કોણ લે છે ?”

“ઘણાં લઈ જાય છે. પુરુષો ચોરીનો માલ લાવે. છોકરાં ખેતરમાંથી ચોરી લાવીને મને આલે. બૈરાં પણ લેવા આવે.”

“તું ક્યાં વેચે છે ? હાટડી રાખી છે ?”

“ના રે ના , મહારાજ ! હાટડી તો એકલી ના ચાલે. અહીં પાછલા વાડામાં વેચું છું.”

“વાડામાં બૈરીઓ શી રીતે લેવા આવે છે ?”

“પાછલી વાડથી સ્તો. ભાગોળે કૂવે પાણી ભરવા આવે ત્યારે મારા વાડા પછવાડે વાડ પર થઈને દાણાની પોટલી લંબાવે, ને સામી લાડવા લેતી જાય. હું એ પોટલીમાં જ મીઠાઈ બાંધી દઉં.”

“ઓહો ! વારું.”

એટલું કહીને મહારાજ અટકી ગયા. એમને દુઃખ તો ઘણું લાગ્યું પણ માંડ ચોરી છોડીને ધંધે લાગેલા મહીજીને શું કહેવું ! ટંક-બપોર રહી, ખીચડી રાંધી-ખાઈને પાછા સ્ટેશને જવા તૈયાર થયા.

“બાબરિયાના બાપા !” બૈરીએ મહીજીને કહ્યું: "તમેય જાઓ જોડે, ને ટિકસ કઢાવી આલો.”

“હોવે ,જઉં છું. ચાલો, મહારાજ !”

“તું શીદ ટિકટ કઢવી આલે, મહીજી ?” મહારાજ હજુ પણ શાંતિ સાચવી બહાર ચાલ્યા.

“મારે ઠીક છે.” એમ કહેતો મહીજી સાથે ચાલ્યો.

“ના, પાછો વળ.”