પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૫
‘બ....હુ....ઉ લાંબું દેખું છું’

નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે:

પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી.

વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોરી થઈ હતી.

"આંહીં રહે છે ભગત." મારી સાથેના રાનીપરજ ભોમિયાએ આ પાંચ ઘરનું મંદિરવાળું ઝૂમખું બતાવીને કહ્યું.

મેં ત્યાં જ પૂછ્યું : "ભગત કંઈ છે ?"

જવાબ મળ્યો : "એ તો ખેતરમાં છે."

ખેતર નજીકમાં હતું. ત્યાં ગયા. કોસ ફરતો હતો, અને એક માણસ ત્યાં લાકડા પર બે હાથ ટેકવીને ઊભો હતો.

એણે એકમાત્ર પોતડી પહેરેલી; તદ્દન સૂકું શરીર, કાળો કીટોડા જેવો વર્ણ, મોમાં દાંત ન મળે ને ખૂબ ઘરડો..

"આ પોતે જ એ…." સોબતીએ ઓળખાવ્યો.

આ પોતે જ એ ! મને આશ્ચર્ય થયું. ૧૯૧૧ની ઈટોલામાં મળેલી ‘આર્ય ધર્મ પરિષદ’ માં જ્યારે સ્વામી નિત્યાનંદજી ગુરુકુળનો ફાળો કરાવતા હતા ત્યારે એક માણસે ઊઠીને જાહેર કરેલું કે, "નોંધો મારા તરફથી દર વર્ષે એકસો ને પચીસ મણ ભાત." ત્યારે મેં નવાઈ પામીને

૧૧૪