પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જી’બા
૧૨૫
 


પછી એક દિવસ બાપાના ગાડામાં બેસીને જીવી બનેજડામાં આવી. બારોબાર એ પાટીદાર-લત્તાવાળે ભાડાને પતિ-ઘેર આવી ઊતરી પડી. એ ગાડીને કાંઠે એક ભેંસ બાંધી હતી, તે છોડીને ફળીમાં બાંધી. ગાડામાંથી બાપે જોડે બંધાવેલ આઠ મણ દાણા ઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. એ દાણા પોતે ખાધામાં વાપર્યા નહીં. વળતા જ દિવસની વહેલી પરોઢથી -

"ઊઠો, સીમની વેરા થઈ ગઈ..." એવો ટકુકો કરતી મથુરને પથારી છોડાવતી. વહેલી જાગીને પોતે કરેલા રોટલા લઈ મથુરની જોડે જીવી સીમમાં જાય, બેઉ જણાં મજૂરી કરે; બપોરે મથુરને ભાવથી ભાત ખવરાવે ને પોતે ખાય પાછાં કામ ખેંચે; સાંજે પતિને સાથે જ લઈ ઘેર પાછી ફરે - ઘડી પણ ન મૂકે. ઘેર આવી, પાણી ગરમ કરી મથુરના પગ ઝારે, જમાડે અને પથારીમાં બેસારી 'સુવો તમ-તારે નિરાંતે ...' એમ કહેતી જીવી ગામમાં જાય, વળતા દહાડાની સાંથ (ખેતરની મજૂરી) શોધી લાવે - પણ વર-વહુની બંનેને જોડે મજૂરી જ્યાં મળે ત્યાં જ જવાનું : જુદાં તો પડવાનું જ નહીં. ખેતરની મજૂરી કરતાં કરતાં બાપે આપેલ ભેંસનું વલોણું કરે, અને એનું ઘી વેચી નાણાં કમાય.

પણ મથુરને તો મા બાળકની જેમ લગીરે રેઢો ન મેલે : રખે મથુર જુદો પડી ચોરીમાં મન ખૂંચાડી બેસે ! ચોરી પકડાય ! ઘેર પોલીસ આવે ! લબાચા ચૂંથે ! મથુરને મારઝૂડ કરે ! - એ બધું શે દીઠું જાય મૂવું !

મોસમ પૂરી થઈ. સીમની મજૂરી બંધ પડી. હવે શું કરવું ! સાસરિયાનું કે પિયરિયાનું તો કંઈ સ્વીકારવું જ નથી, એક દાણાનો કણ સુધ્ધાં ઘરમાં આનવો નથી. એ કણ ખાધેય કદાપિ બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય ? - ઘેર પોલીસ આવે, ઘર ચૂંથાય, મથુરને મારતા મારતા ...

જેઠ મહિનો આવ્યો. જીવીએ પોતાની પાસેની બચત ગણી જોઈ. એમાંથી એક જ બળદ લેવાય તેમ હતું.

એક તો એક ! બળદ લીધો. અને પછી ગામમાં તપાસ કરી પોતે રાત્રીએ મથુરને જણાવ્યું : "... ખેડુ સાથે આપણે સૂંઢેલ કરી છે : એક