પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
 

ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, "સાચવીને વેળાસર આવજો."

સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને સાજોનરવો નિહાળી જીવીએ શ્વાસ હેઠો મૂક્યો.

"હવે તમ-તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પાણી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આવી સમજો !"

એ રીતે મથુરને ઘેર મોકલી, પોતે વખારમાં તમામ ભાર ઠાલવી, ગાડું હાંકીને પોતાને ફળિયે આવી બળદોને બાંધી દઈ, ચાર નીરી અને નાહી ઊઠેલા મથુરને નિરાંતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો.

પેટલાદનાં ભાડાં તો જીવીને વારંવાર મળતાં થયાં. દરેક વેપારીને જીવીનું ગાડું ભાડે લઈ જવું ગમતું હતું. ગાડું લઈ ભાડે મોકલવામાં જીવીએ જે ક્રમ પહેલી જ ખેપમાં ધારણ કર્યો હતો, તે જ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો : મથુરને વહેલો સુવાડવો, વહેલો જગાડવો, પેટપૂરણ જમાડવો, ભેળાં ઢેબરાં બંધાવવાં, ચલમનો સૂકો-ગડાકુ પણ સાથે આપવાં, ભાગોળ સુધી વળાવવા જવું ... સાંજે ભાગોળ જઈ વાટ જોવી. થાક્યા પતિને ઝટ ઘેર પહોંચાડી દઈ વેપારીની વખારે માલ પોતે જ ઉતારવો. અને પછી ખાલી ગાડું હાંકી ઘેર લાવવું બળદને બાંધી નીરણપૂળો કરવો મથુરને ગરમ પાણીએ નવરાવવો, જમાડવો અને ચોખ્ખીફૂલ પથારીએ નિરાંતે ઊંઘાડવો.

ચોરી, લૂંટો અને ખૂનોના બદલામાં કંઈક પાટણવાડિયા અને પાટીદારો જાનથી ગયા હતા, જેલમાં ઓરાયા હતા, ધનોત-પનોત થઈ ગયા હતા. કંઈક પાટણવાડિયાઓને ઘેર રુદન અને અશ્રુધારા ચાલતી હતી. તે વખતે બનેજડા ગામમાં મથુરને આંગણે જીવીએ આઠ ભેંસો કરી હતી, અને ચરોતરની સોના સમી ત્રીસ વીઘાં જમીન વસાવી લીધી હતી. જીવીને ઉંબરે કદી પણ પીળો ડગલો ડોકાયો નહોતો. જીવીના વર મથુરને કોઈ પોલીસે કદી બાંધ્યો, માર્યો કે થાણે ઉપાડ્યો