પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જી’બા
૧૨૯
 

ગામલોકોને જ ભેળાં કરી સલાહ લીધી.

"જી'બા !" ગામલોકોએ સાદો, પોતાને જાણીતો હતો તે માર્ગ બતાવ્યો : "પરબડીમાં આલ્યને !"

ગામનાં પંખીડાંની પરબડી પાછળ (ચકલાંની ચણમાં) જી'બાએ પોતાની સૌથી સારી ચાર વીઘાં જમીન અર્પણ કરી.

આજે એ જીવી - જી'બા - જીવે છે. પંચાવનેક વર્ષની વય છે. ગૌરવરણાં, રૂપાળાં, કદાવર અને લજ્જાળુ જી'બા હજુય મોટેરાઓની લાજ ઢાંકે છે.